તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Friday, 2nd May 2025
રાજપીપળા ખાતે માછી યુવક મંડળ, રાજપીપળાનો ૩૪ મો સમૂહલગ્નોત્સવ યોજાયો
સમૂહલગ્નોત્સવમાં પાંચ (૦૫) નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડી દામ્પત્ય જીવનની શરૂઆત કરી:સોના-ચાંદીની વસ્તુઓ સહિત ૧૨૭ જેટલી અનેકવિધ વસ્તુઓ કન્યાઓને કન્યાદાનમાં મળી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:માછી યુવક મંડળ, રાજપીપલા આયોજીત ૩૪ મો સમૂહલગ્નોત્સવ કાર્યકમ જીન કંમ્પાઉન્ડ, રાજપીપલા ખાતે યોજાયો. જેમાં પાંચ જેટલા નવયુગલોએ સંતો/મહાનુભાવોની ઉપસ્થિતિમાં આર્શીવચન, આર્શીવાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
કાર્યક્રમની શરૂઆત પ્રાથર્નાથી કરવામાં આવી હતી. જયારે સમારંભના પ્રમુખ પ્રભાતભાઈ માછી, સંતો, મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રજવલન કરી સમૂહલગ્નોત્સવ પ્રસંગને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. મંડળના સભ્ય મગનભાઇ માછીએ સંતો/મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. જયારે મંડળના પ્રમુખ/મંત્રી તેમજ સદસ્યો દ્રારા પુષ્પગુચ્છ/પુષ્પહારથી મહાનુભાવોને સત્કારવામાં આવ્યા હતા.
સમૂહલગ્નોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્વામી શ્રી સિધ્ધેશ્વર દાસજી, માજી ધારાસભ્ય પી.ડી.વસાવા તેમજ વર્તમાન ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે પોતાના વકતવ્યોમાં માછી યુવક મંડળ, રાજપીપલા દ્રારા વરસો-વરસથી થતી સમૂહલગ્નોત્સવની આ નિઃસ્વાર્થ પ્રવૃતિને પ્રવર્તમાન સમયની સરાહનીય સમાજોપયોગી કામગીરી જણાવી તેને પ્રશંસનીય રીતે બિરદાવી પ્રભુતામાં પગલા પાડનાર પાંચે નવયુગલોને આર્શીવચન સહ આર્શીવાદ પાઠવી સમૂહલગ્નોત્સવમાં જોડાવવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યકમની શરૂઆત પહેલા સમયની વ્યસ્તતાના કારણે અખિલ ભારતીય સંત સમિતિ વડોદરાના અધ્યક્ષ પ.પૂ. સંતશ્રી શિવરામદાસજી મહારાજ, ધારીખેડા સુગર ફેકટરીના ચેરમેન ધનશ્યામભાઈ પટેલ, ગુજકો માસોલના પૂર્વ ડિરેકટર સુનિલ પટેલે મંડળના પ્રમુખ-મંત્રી, સદસ્યો સહિત નવયુગલો સાથે શુભેચ્છા મુલાકાત યોજી આર્શીવાદ પાઠવ્યા હતા. ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, રાજપીપલા નગરપાલિકાના કારોબારી સમિતિના અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલ તેમજ રાજપીપલા શહેર ભા.જ.પા પ્રમુખ અજીત પરીખે પોતાની વિશેષ ઉપસ્થિતિ રહી મંડળના સદસ્યોને સમાજોપયોગી સમૂહલગ્નોત્સવની આ સરાહનીય કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
માછી યુવક મંડળ, રાજપીપલાના આ સમૂહલગ્નોત્સવમાં સોના-ચાંદીની વસ્તુઓ સહિત ૧૨૭ જેટલી વસ્તુઓ કન્યાઓને કન્યાદાનમાં માછી સમાજ તેમજ ઇતર સમાજના લોકો દ્રારા ભેટમાં આપી હતી. પાંચે વરરાજાઓનો વરધોડો મોટા માછીવાડથી શરૂ કરી સમૂહલગ્નોત્સવ સ્થળ જીન કંપાઉન્ડ સુધી કાઢવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાઇ ડી.જે ના તાલે મસ્ત બની નાચવાનો આનંદ માણ્યો હતો. મધ્યરાત્રીએ હસ્ત મેળાપના સમયે બ્રાહ્મણો દ્રારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નવયુગલોને લગ્નના ફેરા ફેરવી લગ્નોત્સવ સંપન્ન કરવામાં આવ્યો હતો.
ઉપરોકત સમૂહલગ્નોત્સવ કાર્યક્રમમાં ૨૮ ગામ માછી સમાજના માજી પ્રમુખ અને સમારંભના પ્રમુખ પ્રભાતભાઈ માછી, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, ૨૮ ગામ માછી સમાજના મહામંત્રી પ્રકાશભાઇ, ઉપપ્રમુખ ગોપાલભાઇ, સહમંત્રી અર્જુનભાઇ, મંડળના પ્રમુખ દિપકભાઇ, મંત્રી અશોકભાઇ, જિ.પં.ના ઉપપ્રમુખ મેહુલભાઇ માછી સહિત ૨૮ ગામ માછી ન.પા.સદસ્યો રવિભાઇ, વૈશાલીબેન, મીરાબેન કહાર, શહેર ભા.જ.પા પ્રમુખ વિપુલભાઇ સહિત સમાજના અગ્રણી પટેલ આગેવાનો વગેરે હાજર રહ્યા હતા. સમાજના અગ્રણી પટેલ મહાનુભાવોનો ૠણ સ્વીકાર-પ્રસ્તુતી ડાહ્યાભાઈ માછીએ કરી હતી. જયારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રકાશભાઇ માછીએ કર્યુ હતું
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
