News of Friday, 2nd May 2025
પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોની શ્રધાંજલિ માટે એકતાનગરના બજાર બંધ રખાયા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જીલ્લાના ગરૂડેશ્વરના તાલુકા એકતા (કેવડીયા કોલોની) મુખ્ય બજાર તથા ગરૂડેશ્વર બજાર માં "જમ્મુ કાશ્મીરના પહેલગામ માં થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકો ના બનાવ અનુસંધાને બાબુભાઈ આર તડવી (VHP ધર્માચાર્ય સંપર્ક અધ્યક્ષ નર્મદા), શૈલેષભાઈ એમ તડવી (VHP પ્રમુખ ગરૂડેશ્વર તાલુકા) મહેશભાઈ આર તડવી (પ્રમુખ બજરંગ દળ ગરૂડેશ્વર તાલુકા), મુકેશભાઈ કે તડવી (સંયમ સેવક ગરૂડેશ્વર તાલુકા)ગરુડેશ્વર વિશ્વસ હિન્દુ પરિષદ મહામંત્રી, શહેનશાહ લક્ષ્મણભાઈ તડવી (વિશ્વનું પરિષદ મહામંત્રી ગરુડેશ્વર )ચંદ્રેશ લક્ષ્મણભાઈ તડવી (મીડિયા સેલ વિશ્વ હિન્દુ પરિષદ ગરુડેશ્વર) નાઓ દ્વારા બજાર બંધ કરવાનું એલાન કરતા એકતાનગર (કેવડિયા કોલોની).મુખ્ય બજારના તથા ગરૂડેશ્વર બજારના વેપારીઓ દ્વાર સ્વૈચ્છિક બજાર બંધ રાખવામાં આવ્યા હતા.
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
