<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ભ્રષ્ટાચારનો ભોરિંગઃ સુરતમાં મહિલા પીએસઆઇ લાંચ લેતા પકડાયા

સુરતઃ ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને પકડવા માટે એસીબી સક્રિય થઈ ગઈ છે. છાશવારે લાંચ લેતા અધિકારીઓ પકડાઈ રહ્યાં છે. બુધવારે બનાસકાંઠાના પાલનપુર તાલુકા પોલીસ સ્‍ટેશનના પોલીસ કોન્‍સ્‍ટેબલ અરવિંદભાઈ ભીખાભાઈ આલ (દેસાઈ) રૂ. ૨૫,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા હતા. જે બાદ સુરતમાં મહિલા પીએસઆઈ, એએસઆઈ સહિત ૩ લોકો લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા.

આ કામના ફરીયાદી વિરૂધ્‍ધ કાપોદ્રા પોલીસ સ્‍ટેશનમાં પૈસાની લેતી દેતી બાબતે અરજી થયેલ હતી જે અરજીની તપાસ આ કામના મહિલા પીએસઆઈ એમ.એ.રબારી ( મધુબેન અમીભાઇ રબારી) કરતા હતા. એ.એસ.આઈ નવનીતકુમાર હમીરભાઇ જેઠવા તેમના રાઈટર થતા હતા. તેમની અરજીની તપાસમાં બાકી નીકળતા રૂપિયા આપી દેવા વારંવાર દબાણ કરતા હતા. જે બાકીના રૂપિયા અપાવવાના હતા તેમાંથી ઓછું કરાવીને રૂ. ૬૩૦૦૦ મહિલા પીએસઆઈ આપી દેવા કહેતા હતા. તેઓ લાંચના નાણા આપવા માંગતા ન હોવાથી વડોદરા એ.સી.બી.નો સંર્પક કર્યો હતો. જેના આધારે લાંચના છટકું ગોઠવવામાં આયું હતું. જેમાં એસઆઈ વનીતકુમાર હમીરભાઇ જેઠવાએ લાંચના રૂપિયા મહિલા પીએસઆઈ એમ.એ.રબારી વતી માંગણી કરી હતી અને ખાનગી વ્‍યક્‍તિ માનસિંહ રામભાઇ સિસોદિયાને આપી દેવા જણાવ્‍યું હતું.

બુધવારે બનાસકાંઠાના પાલનપુર તાલુકા પોલીસ સ્‍ટેશનના પોલીસ કોન્‍સ્‍ટેબલ અરવિંદભાઈ ભીખાભાઈ આલ (દેસાઈ) રૂ. ૨૫,૦૦૦ની લાંચ લેતા ઝડપાયા હતા. (૩પ.૬)

(1:22 PM IST)