News of Friday, 2nd May 2025
ચંડોળા તળાવનો વિસ્તાર ખાલી થતા ગણેશનગરમાં દબાણ :લોકોમાં રોષની લાગણી
લાંભા વોર્ડમાં ગણેશનગરની સરકારી જમીન પર ગેરકાયદે સ્થાયી થઇ રહ્યા હોવાની ફરિયાદ

અમદાવાદ : ચંડોળા તળાવ પાસે અમદાવાદનું સૌથી મોટુ ડીમોલીશન હાથ ધરવામાં આવતા ત્યાંથી ખાલીને લાંભા વોર્ડમાં આવેલા ગણેશનગરની સરકારી જમીન પર ગેરકાયદે સ્થાયી થઇ રહ્યા હોવાની ફરિયાદ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે. જો કે હજુ સુધી સ્થાનિક કોર્પોરેટર અને નારોલ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી આવતી ન હોવાથી લોકોમાં રોષની લાગણી જોવા મળી છે.
આ અંગે લાંભાના પૂર્વ સરપંચ રમણભાઈ ભરવાડે જણાવ્યું કે, ગણેશનગરમાં સરકારી જમીન પર મોટાપ્રમાણમાં દબાણ થયા છે અને પાંચ હજાર જેટલા ઝુપડા છે. ત્યારે ચંડોળા તળાવનો વિસ્તાર ખાલી થતા ગણેશનગરમાં દબાણ વધવાની શક્યતા છે.
આ અંગે સ્થાનિક કોર્પોરેટર જશોદાબેન અમિલાયાર, ડૉ. ચાંદની પટેલ, કાળુ ભરવાડ અને માનસિંગ સોલંકીને જાણ કરવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
