News of Friday, 2nd May 2025
સાસંદ નરહરિ અમીનની આગવી દ્રષ્ટિઃ આંખની સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં સુવિધા
સાંસદ તરીકેની ગ્રાન્ટમાંથી નવા ઉપકરણો વસાવાયા અમદાવાદના ચાંદખેડા આરોગ્ય કેન્દ્ર તથા કાળીગામ આરોગ્ય કેન્દ્રમાં સાંસદશ્રી નરહરિ અમીનની ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવેલ નવા આધુનિક ઉપકરણોનું તેમના હસ્તે જ લોકાર્પણ કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા.2: રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન દ્વારા અમદાવાદના ચાંદખેડા કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં સાંસદ નિધિમાંથી ફાળવેલ રૂ. 5 લાખની ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવેલ આંખોની સારવાર માટેનાં અદ્યતન ARK મશીનનું સાંસદ શ્રી નરહરિ અમીન દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી બિપિનભાઈ પટેલ (પ્રભારી, ચાંદખેડા વોર્ડ), શ્રી રાકેશભાઈ બ્રહ્મભટ્ટ (કોર્પોરેટર), શ્રી રીટાબેન પટેલ (કોર્પોરેટર), શ્રી અતુલભાઈ મિશ્રા (કન્વીનર, ગુજરાત સ્ટેટ ભાજપ અન્ય ભાષભાષી સેલ), શ્રી કેતનભાઈ દેસાઇ (પ્રમુખ), શ્રી નવીનભાઈ પટેલ (મેમ્બર AMTS કમિટી), શ્રી વિનોદભાઇ વ્યાસ (મહામંત્રી), શ્રી હરિપ્રકાશ શર્મા (મહામંત્રી) તેમજ ડોક્ટરો અને અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત કાળીગામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે તેમની સાંસદનિધિમાંથી ફા
વેલ રૂ. 4.0 લાખની ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવેલ હોસ્પિટલ ઉપકરણોનું તેમના (સાંસદ શ્રી નરહરિ અમીન) દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
