તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Friday, 2nd May 2025
પાટણના ભાભર હાઇ-વે ઉપર મારામારીમાં આરોપીઓને તાત્કાલીક પકડોઃ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં રેલી

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા.૨: ભાભર હાઈવે પર જાહેરમાં ધોકા અને લાકડીઓ વડે મારામારીની ઘટના બની હતી. બે સમાજના જૂથો વચ્ચે જીવલેણ અથડામણ થઈ હતી. ઠાકોર ગેનીબેન અને ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિત ઠાકોર સમાજના આગેવાનોએ આરોપીને પકડવા માટે માગ કરી હતી. આ ઘટનાને લઈને ભાજપ અને કોંગ્રેસ એકજૂટ થઈને આરોપીઓને પકડવા માગ કરી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાભરના વાવ સર્કલ પર ગઈકાલે સાંજે દરબાર અને ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે જીવલેણ મારામારી થઈ હતી. ધોકા અને લાકડીઓથી મારામારી થઈ હતી. જેમાં ઠાકોર સમાજના પાંચ વ્યક્તિઓ હાઈવે પર લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યા હતાં. ભાભર હાઈવે પર જાહેરમાં કાયદાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતાં.
સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા આરોપીઓને પકડી તેમને કડકમાં કડક સજા થાય તેમજ તેમનો વરઘોડો કાઢવામાં આવે તેવી માંગ કરાઈ હતી.
આ ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસ એકજૂટ થયા હતાં અને આરોપીઓને પકડીને કડક સજા કરવા માગ કરી હતી.
સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે રેલી કાઢીને ઘટનાનો વિરોધ કર્યો હતો. આ રેલીમાં ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતાં. ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે તેમજ વણસેલી કાયદો વ્યવસ્થા બાબતે રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
