News of Friday, 2nd May 2025
રાજયમાં તલાટી કમ મંત્રીની ભરતીની છેલ્લી તારીખ નજીક :કુલ 238 ઉપર ઉમેદવારોની કરાશે પસંદગી :કરો ઓનલાઈન અરજી
જાણો તલાટી કમ મંત્રી ભરતીની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની રીત, મહત્વની માહિતી, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી

અમદાવાદ : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતમાં તલાટી કમ મંત્રી પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તલાટી ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે જે ઉમેદવારોએ હજી સુધી ઓનલાઈન અરજી કરી નથી તો તેવા ઉમેદવારો ફટાફટ કરો. કારણ કે અરજી કરવા માટે હવે થોડા દિવસ બાકી છે. એટલે કે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15-5-2025 છે. ગુજરાતમાં તલાટી ભરતી 2025 અંતર્ગત કુલ 238 ઉપર ઉમેદવારો પસંદ કરવાના છે. આ માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિંવ્યાંગ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. તલાટી કમ મંત્રી ભરતીની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની રીત, મહત્વની માહિતી, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી નીચે આપેલી છે
સંસ્થા - ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)
પોસ્ટ - તલાટી કમ મંત્રી
જગ્યા - 238
ભરતી - દિવ્યાંગ ભરતી ઝુંબેશ
એપ્લિકેશન મોડ - ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ - 15-5-2025
ક્યાં અરજી કરવી - https://ojas.gujarat.gov.in/
તલાટી કમ મંત્રી ભરતી માટે શૈક્ષણિક લાયકાત
સરકાર માન્ય કોઈપણ સંસ્થામાંથી કોઈપણ વિષય સાથે સ્નાતકની ડીગ્રી પાસ કરેલી હોવી જોઈએ.
કમ્પ્યુટર ઓપરેટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ
ગુજરાત અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.
ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
દિવ્યાંગ ઉમદેવારો માટે સરકારના ધારાધોરણ અને દિવ્યાંગતાના પ્રકાર પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
અરજી કરવાની છેલ્લી તારીખ કઈ?
તલાટી કમ મંત્રી ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. આગામી 15 મે 2025 અરજી કરવાની છેલ્લી તારીખ રાખવામાં આવી છે. માટે હવે ગણતરીના દિવસો જ અરજી કરવા માટે બાાકી છે. જે ઉમેદવારોએ હજી સુધી અરજી કરી નથી અને અરજી કરવા ઈચ્છા છે તો તેવા ઉમેદવારો https://gpssb.gujarat.gov.in/advertisement-list.htm ઉપર અરજી કરી શકશે.
અરજી કેવી રીતે કરવી?
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ ઉપર જવું
અહીં કરન્ટ એડવર્ટાઈજમેન્ટ પર ક્લિક કરવું
અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે
જેતે પોસ્ટ માટે અરજી કરવાની હોય ત્યાં સામે આપેલા એપ્લાય નાઉ પર ક્લિક કરવું
અહીં માંગેલી માહિતી ભરીને ઓનલાઈન અરજી કરી શકાય.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
