<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકામાં એક યુવાન અને એક આધેડનું મોત

યુવાને ઝેરી દવા પી લેતા મોત થયું જ્યારે આધેડ વ્યક્તિનો ડીકંપોઝ હાલતમાં મૃતદેહ મળ્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં બે અલગ અલગ તાલુકામાં એક યુવાન અને આધેડનો મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે
   પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના ગડોદ ગામમાં રહેતા નિતીનભાઇ ઉક્કડભાઇ તડવી (ઉ.વ.૩૦ )નાઓ તા.૨૪/૦૪/૨૦૨૫ ના રોજ ગડોદ ગામના ખેતરમાં કોઇ કારણોસર દવા પી લેતા તેમને રાજપીપલા સિવિલ હોસ્પિટલ બાદ ત્યાંથી રિફર કરતા S.S.G (હોસ્પીટલ)  વડોદરા લઈ જવાયા હતા જ્યાં બીજા દિવસે સારવાર દરમિયાન તેમનું મોત થતા ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
જ્યારે બીજા બનાવ માં મરનાર છીતાભાઇ જીવણભાઇ વણકર (ઉ.વ આ ૬૦ ) ( રહે વણકરવાસ બુજેઠા તા તિલકવાડા જી. નર્મદા )નાઓ તા-૦૧/૦૫/૨૦૨૫ ના રોજ બુજેઠા ગામની સિમામા બુજેઠા થી તળાવપુરા ગામ જવાના રોડની બાજુમા આવેલ ઝુપડાની બાજુમા મૃત હાલતમાં ડીકંપોઝ હાલતમાં તેમનો મૃતદેહ મળી આવતા તિલકવાડા પોલીસે તપાસ હાથ ધરી છે.


 

(10:52 PM IST)