<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

અમદાવાદ એરપોર્ટ પરથી 39 કરોડની કિંમતનો 39.24 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો

DRI અને અમદાવાદ કસ્ટમ્સ સાથે સંયુક્ત ઓપરેશ: પ્રતિબંધિત માલ બેંગકોકથી આવેલા ત્રણ ભારતીય નાગરિકો પાસેથી જપ્ત કરાયો

અમદાવાદ :  DRIએ અમદાવાદ કસ્ટમ્સ સાથે સંયુક્ત  ઓપરેશન હાથ ધરી અમદાવાદ એરપોર્ટ પરથી 39.24 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જેની કિંમત રૂ.39 કરોડની અંદાજિત કિંમતનો માદક પદાર્થ ઝડપી પાડ્યો છે.  આ પ્રતિબંધિત માલ બેંગકોકથી આવેલા ત્રણ ભારતીય નાગરિકો પાસેથી જપ્ત કરવામાં આવ્યો હતો.અગાઉ DRIનાં 29 એપ્રિલના ઓપરેશનના માત્ર ચાર દિવસ પછી જ આ જપ્તી કરવામાં આવી છે અને છેલ્લા બે અઠવાડિયામાં એરપોર્ટ પર ત્રીજી મોટી ધરપકડ છે.

બાતમીના આધારે  DRIએ અમદાવાદ કસ્ટમ્સ વિભાગે  શંકાસ્પદો પર નજીકથી નજર રાખી હતી. તેમની 6 ટ્રોલી બેગની સંપૂર્ણ તપાસમાં કેલોગના અનાજ, ચીઝલ્સ અને અન્ય નાસ્તા જેવા બ્રાન્ડેડ ખાદ્ય ઉત્પાદનોમાં કુશળતાપૂર્વક છુપાયેલા શંકાસ્પદ લીલા, ગઠ્ઠાવાળા પદાર્થના 60 પેકેટ મળી આવ્યા હતા. જે કપડાંની ગડીઓ નીચે છુપાવેલા હતા. ત્યારબાદના રાસાયણિક વિશ્લેષણમાં પુષ્ટિ મળી કે આ પદાર્થ હાઇડ્રોપોનિક ગાંજો છે. 

આ તાજેતરનો પર્દાફાશ 29 એપ્રિલે 37.2 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો અને 20 એપ્રિલે 17.5 કિલોગ્રામ, બેંગકોકથી આવતા ભારતીય નાગરિકો પાસેથી જપ્ત કરવામાં આવ્યો હતો. આ ત્રીજી કાર્યવાહી સાથે અમદાવાદ એરપોર્ટ પર આ ટૂંકા ગાળામાં જપ્ત કરાયેલા માદક દ્રવ્યોનો કુલ જથ્થો હવે આશરે 95 કિલોગ્રામ છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વ્યાપક નેટવર્કને શોધી કાઢવા માટે હાલમાં સંડોવાયેલાની વધુ તપાસ ચાલી રહી છે. આ કામગીરી સંગઠિત આર્થિક અને માદક દ્રવ્યોના ગુનાઓ સામે લડવા માટે DRIની દૃઢ પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપે છે. તે રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વને જાળવી રાખીને, દેશના યુવાનો અને સમાજને ડ્રગના દુરૂપયોગથી બચાવવા માટે એજન્સીના અવિરત પ્રયાસોને પણ પ્રતિબિંબિત કરે છે.

 

(11:19 PM IST)