તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd May 2025
વટવામાં એક મહિના પહેલા ગુમ થયેલા યુવકની ગટરમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી
યુવકને બ્લોક મારી, ગળું દબાવી હત્યા, લાશ કચરામાં છુપાવી હતી : આરોપીએ કબૂલ્યુ કે, મૃતક તેના પિતા પાસે વારંવાર રૂપિયા માંગતો હતો. જેથી હત્યા કરી હતી.

અમદાવાદ : વટવામાં રહેતો યુવક તેની માતાને વિસીના રૂપિયા લઈને આવું છું કહીને ઘરેથી નીકળ્યો હતો. મોડી રાત સુધી યુવક ઘરે પાછો નહી ફરતા યુવકની માતાએ દીકરો ગુમ થયાની અરજી કરી હતી.
ત્યારે 37 દિવસ બાદ યુવકની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે વટવા પોલીસે હત્યાનો ગુનો નોધીને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જેમાં આરોપીએ કબૂલ્યુ કે, મૃતક તેના પિતા પાસે વારંવાર રૂપિયા માંગતો હતો. જેથી હત્યા કરી હતી.
નડીયાદમાં 46 વર્ષીય હબીબાબાનુ શેખ પરિવાર સાથે રહે છે. ગત રમજાન માસમા વટવામાં રહેતા 33 વર્ષીય પુત્ર આબીદ ઉર્ફે અસ્લમના ઘરે આવ્યા હતા. ગત 24 માર્ચે સાંજે આબીદ ફીરોજ લાઇટવાળા પાસેથી વિસીના રૂપિયા લઇને આવુ કહીને ઘરેથી નીકળ્યો હતો. મોડીરાત સુધી ઘરે નહીં આવતા પરિવારે શોધખોળ હાથધરી પરંતુ મળી આવ્યો ન હતો. જેથી વટવા પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની અરજી કરી હતી. ત્યારે આ અરજીમાં પરિવારે હુસેન શેખ, ફીરોજભાઈ શેખ તથા આદીલ એમ ત્રણ વ્યક્તિઓના નામ શંકાસ્પદ તરીકે લખાવ્યા હતા. વટવા પોલીસે મંથર ગતિએ તપાસ કરતા પીડિત પરિવારે હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સની અરજી દાખલ કરવી પડી હતી. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી અને ગુમ થયેલા યુવકની શોધખોળ હાથધરી હતી. ત્યારે લગભગ 37 દિવસ બાદ ગત બુધવારે સાંજે ગુમ થયેલા યુવકની લાશ વટવા ચાર માળીયામાં આવેલા ઈન્સાનિયત નગરના બ્લોકની પાછળ ગટર અને કચરાના ઢગલામાંથી કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ વટવા પોલીસે તપાસ હાથધરીને હત્યાના ગુનામાં સંડોવાયેલા હુસેન ફીરોજભાઇ શેખની ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ તેના પિતા પાસે મૃતક વારંવાર રૂપિયા માંગતો રહેતો હતો. ગત 25 માર્ચે સાંજે રૂપિયા માંગવા આવ્યો હતો પરંતુ નહી આપતા માથાકૂટ કરતા આરોપી હુસેને યુવકને માથામાં સિમેન્ટનો બ્લોક મારીને દોરી વડે ગળું દાબવી દીધું અને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું કબૂલાત કરી છે. અત્રે નોંધનીય છે કે મૃતકના પરિવારે આક્ષેપ કરેલા ત્રણ શકમંદ લોકોમાંથી હુસેન શેખની હત્યાના ગુનામાં ધરપકડ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
