<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

રથયાત્રા સહિતના તહેવારો.. અમદાવાદમાં આતંકી તત્‍વો ભાડૂત તરીકે ઘૂસે તેવી આશંકા

કાશ્‍મીર ખીણની આતંકી ઘટના, મીની બાંગ્‍લાદેશ પર બુલડોઝર સ્‍ટ્રાઇક દરમિયાન મળેલ ચોંકાવનારી વિગતો અંતર્ગત કેન્‍દ્રીય ગુપ્તચર સંસ્‍થાઓ દ્વારા વિશેષ એડવાઇઝરી અંતર્ગત BSF બેક ગ્રાઉન્‍ડ ધરાવતા સીપી. જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક એકશન મોડમાં : ભાડે આપવાની સત્તા ધરાવતા મકાન માલિક, મિલકતનું વિગતો સાથે ભાડે રાખનાર દેશ અને અન્‍ય રાજ્‍યના લોકોની ઓળખ કુંડળી માટે હાલ તુર્ત બે માસ માટે આખો વિશેષ પર્ફોર્મઃ મકાન ભાડે અપાવનાર બ્રોકર કે ઓળખ આપનાર વ્‍યક્‍તિના તમામ આધાર પુરાવાઃ ફોટાઓ સાથેની વિગતોની ફાઇલ નજીકના પોલીસમથકને આપવા સૂચનાઃ ભંગ થયે આકરા પગલા લેવાશે

રાજકોટ તા.૩: કાશ્‍મીર ખીણની આતંકી ઘટના અંતર્ગત મીની બાંગ્‍લાદેશ તરીકે જાણીતા  અમદાવાદના ચંડોળા તળાવ વિસ્‍તારની સર્જિકલ બુલડોઝર સ્‍ટ્રાઇક અંતર્ગત મળેલ કેટલીક ચોંકાવનારી વિગતો મળવા સાથે કેન્‍દ્રીય ગુપ્તચર વિભાગ દ્વારા મળેલ ઇનપુટ અંતગત બકરી ઇદ રથયાત્રા જેવા મોટા તહેવારો પર આતંકવાદીઓ અને તેના સ્‍લીપર સેલ દેશ કે અન્‍ય રાજ્‍યમાં અમદાવાદમાં ઘૂસી સ્‍થાનિક પરિસ્‍થિતિની રેકી કરવા મકાનો ભાડે મેળવી શાંતિ ભંગ કરે તેવી શકયતા આધારે બીએસએફ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક ટીમ ચોકી ઉઠી છે. જે અંતર્ગત મિલકત ભાડે આપનાર મકાન માલિકો પર કેટલાક નિયંત્રણ મૂકતું જાહેરનામુ બહાર પડ્‍યું છે.

પોલીસ કમિશ્નર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક દ્વારા પોતાને પોલીસ કમિશનર તરીકે પોતાને મળેલ વિશેષ સત્તા અંતર્ગત એક વિશેષ જાહેરનામું બહાર પાડેલ છે, અને એક ખાસ પર્ફોમાં મુજબ વિગતો તૈયાર કરી તેની માહિતી જેતે વિસ્‍તારના પોલીસ મથકને પુરી પડવાની રહશે. આ જાહેરનામુ રૂટિન જાહેરનામાથી ખાસ પ્રકારનું હોય તેની મુદત ૧લી મેથી ૨૯ જૂન સુધી અમલમાં મૂકયું છે. જરૂર જણાયે  પરિસ્‍થિતિ મુજબ મુદત વધશે તેમ સૂત્રો જણાવે છે.

ખાસ જાહેરનામાં મુજબ મકાન માલિકનું નામ, ભાડે આપેલ મકાનની વિગત , કયા વિસ્‍તાર? કેટલા ચોમી.છે તે દર્શાવવાની છે. મકાન ભાડે આપવાની સત્તા ધરાવતી વ્‍યક્‍તિનું નામ, મકાન કયારથી કેટલા સમય માટે ભાડે આપેલ છે? ભાડે રાખનાર વ્‍યક્‍તિના પાકા નામ, સરનામા, ફોટા, પાસપોર્ટ વિગત, ડ્રાઇવિંગ લાયસન્‍સ, આધાર, પાન કાર્ડ પુરાવા સાથે રાખવા , મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્‍યક્‍તિનું નામ, સરનામું, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્‍સ, આધાર, પાન કાર્ડ પુરાવાસાથે આપવાના છે જાહેરનામા ભંગ બદલ કાયદાકીય પગલાંની ચેતવણી આપવામાં આવી છે.

(2:34 PM IST)