<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

વડોદરામાં ફરીથી જાહેર માર્ગ પર પાકિસ્તાન મુર્દાબાદ લખેલા પાકિસ્તાની ઝંડા અને સ્ટીકરો લાગતા ચકચાર

કારેલીબાગ વિસ્તારમાં કાશીબા હોસ્પિટલથી નરહરિ હોસ્પિટલ જતા રોડ પર ફરીથી એકવાર અજાણ્યા લોકો દ્વારા રોષ ઠાલવતા પાકિસ્તાની ઝંડાના સ્ટીકરો જાહેર માર્ગ પર લગાવ્યા

વડોદરા :પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં ચાર દિવસ પૂર્વે કારેલીબાગ અને ન્યાય મંદિર વિસ્તારમાં રોડ પર પાકિસ્તાની ઝંડાના સ્ટીકરો ઠેર-ઠેર ચોંટાડી અજાણ્યા લોકોએ વિરોધ કર્યો હતો. પાકિસ્તાની ઝંડાના સ્ટીકરો જાહેર માર્ગ પર લગાવાતા પોલીસ સજાગ બની હતી. રોડ પર લગાવેલ પાકિસ્તાની ઝંડાના સ્ટીકરો દૂર કર્યા હતા. જોકે ગતરોજ મોડી રાત્રીના ફરીથી વડોદરા શહેરમાં પાકિસ્તાની ઝંડાના સ્ટીકરો જાહેર માર્ગ અજાણ્યા લોકોએ લગાવી ફરીથી વિરોધ કરતા ચકચાર મચી ગઈ છે

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાશીબા હોસ્પિટલથી નરહરિ હોસ્પિટલ જતા રોડ પર ફરીથી એકવાર અજાણ્યા લોકો દ્વારા પોતાનો રોષ ઠાલવતા પાકિસ્તાની ઝંડાના સ્ટીકરો જાહેર માર્ગ પર લગાવ્યા હતા અને તે સ્ટીકરો પર પાકિસ્તાન મુર્દાબાદ લખવામાં આવ્યું છે. આ પહેલાં પણ કારેલીબાગ વિસ્તારમાં આવા જ પાકિસ્તાની ઝંડાના સ્ટીકરો જેના કારણે પોલીસ તંત્ર દોડતું થયું હતું અને તરત તેનું દુરસ્તિકરણ કરાયું હતું. જોકે શહેરમાં ફરી થી પાકિસ્તાની ઝંડાના સ્ટીકરો રોડ પર લાગતા ઉત્તેજના ફેલાઈ છે.

(11:56 AM IST)