તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 3rd May 2025
ઉત્તર ગુજરાતમાં વ્હેલી સવારે ભૂકંપ
ભૂકંપની તીવ્રતા ૩.૪ની નોંધવામાં આવી

નવી દિલ્હી,તા.૦૩: આજે સવારે ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ (ISR) એ આ માહિતી આપી છે. થોડા કલાકો પહેલા, ઉત્તર ગુજરાતમાં ૩.૪ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.વહેલી સવારે ઉત્તર ગુજરાતમાં ૩.૪ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર, આંચકો તેજ નહતો. તેથી કોઈ જાનહાનિ કે માલહાનિ નોંધાઈ નથી.
સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ભૂકંપના આંચકા બહુ મજબૂત નહોતા. આવી સ્થિતિમાં, કયાંય પણ કોઈ જાનહાનિ થઈ નથી. કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.
આ ભૂકંપનું કેન્દ્ર ગુજરાતના બનાસકાંઠામાં સ્થિત વાવ હોવાનું કહેવાય છે, જે ગાંધીનગરથી માત્ર ૨૭ કિલોમીટર દૂર છે. શનિવારે સવારે ૩:૩૫ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. વાવમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૪.૯ કિલોમીટર નીચે નોંધાયું હતું.
તમને જણાવી દઈએ કે ગુજરાત ભૂકંપની દ્રષ્ટિએ સૌથી સંવેદનશીલ સ્થળોમાંનું એક માનવામાં આવે છે. છેલ્લા ૨૦૦ વર્ષમાં ગુજરાતમાં ૯ મોટા ભૂકંપ આવ્યા છે. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ, ગુજરાતના કચ્છમાં આવેલા ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો હતો, જે છેલ્લા ૨૦૦ વર્ષમાં ત્રીજો સૌથી મોટો ભૂકંપ હતો. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન (GSDMA) અનુસાર, ભૂકંપમાં ૧૩,૮૦૦ લોકો માર્યા ગયા હતા અને ૧.૬૭ લાખ લોકો ઘાયલ થયા હતા.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
