તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 3rd May 2025
NEETની પરીક્ષામાં 75 લાખથી 1 કરોડમાં 650થી વધુ માર્ક અપાવવાના ષડયંત્રના દાવાથી ખળભળાટ
ગુજરાતના 8 વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં: રાજકોટના વાલીને ટોળકીના વચેટિયાએ અમદાવાદ બોલાવ્યા અને અમદાવાદમાં ડીલ કરાઈ હોવાનો સનસનીખેજ દાવો : વાલી અને વચેટિયા વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ

અમદાવાદ : NEETની પરીક્ષામાં સારા માર્ક અપાવવાના કથિત કૌભાંડથી ખળભળાટ મચી ગયો છે. 75 લાખથી 1 કરોડમાં NEETમાં 650થી વધુ માર્ક અપાવવાના ષડયંત્રનો દાવો કરાયો છે. ગુજરાતના 8 વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં આવ્યા છે. રાજકોટના વાલીને ટોળકીના વચેટિયાએ અમદાવાદ બોલાવ્યા અને અમદાવાદમાં ડીલ કરવામાં આવી હોવાનો સનસનીખેજ દાવો થયો છે. વાલી અને વચેટિયા વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.
કાલે લેવાનારી NEETની પરીક્ષામાં કુલ 85 વિદ્યાર્થીને 650+ માર્ક્સ અપાવી દેવાની ગેરેન્ટી અપાઈ હોવાનો ખુલાસો થયો છે. 75 લાખથી 1 કરોડમાં NEETમાં 650+ માર્ક્સ અપાવી દેવાનું ષડયંત્ર સામે આવ્યું છે. ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના ડાયરામાં છે. રાજકોટના વાલીને ટોળકીના વચેટિયાએ અમદાવાદ બોલાવી હોટેલમાં કરેલી ડીલની વિગતો સામે આવી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ સહીતના રાજ્યો સુધી આ નેટવર્ક ફેલાયેલું છે!
આ વિશે એક્સપર્ટસે જણાવ્યું કે, આ રીતે થાય છે કારસ્તાન જે રાજ્યમાં વિદ્યાર્થી ભણતો હોય તેના આધારકાર્ડ 4-5 માસ અગાઉ અન્ય રાજ્યના બનાવી દેવાય છે. ગેરરીતિ વાળા કેન્દ્રો પર વિજિલન્સ મુકવી જોઈએ, આધારકાર્ડ બદલનારની તપાસ કરી પ્રતિબંધ મુકવો જોઈએ.
NEET પરીક્ષામાં પાસ કરાવવાનું કૌભાંડનો મામલે પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું કે, બે મહિના પહેલા વચેટિયાએ સંપર્ક કર્યો હતો. મારી પાસે 4 દિવસ પહેલા વાલીએ મારો સંપર્ક કર્યો હતો. વચેટિયા દ્વારા રૂપિયા લઈ પરીક્ષામાં પાસ કરતા હોવાની જાણ કરી હતી. વિદ્યાર્થીઓના વાલીઓએ આ અંગે ફરિયાદ કરવી જોઈએ. વચેટીયાઓ ગુજરાતના વિદ્યાર્થીઓને બહાર અન્ય રાજ્યમાં લઈ જઈ આધારકાર્ડ બદલી કૌભાંડ આચરવામાં આવતું હોય છે. આ અંગે તપાસ કરવી જરૂરી
(12:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
