News of Saturday, 3rd May 2025
હવે ચંડોળા અને આસપાસના વિસ્તારમાં દબાણો હટાવાશે :કોઈ ખાલી નહીં કરે તો લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરાશે.
આગામી સમયમાં તબક્કાવાર રીતે ચંડોળા તળાવમાં પાણી ભરવામાં આવશે.

અમદાવાદ પોલીસ દ્વારા ઓપરેશન ક્લિન સિટી દ્વારા થોડાક દિવસ પહેલાં ચંડોળામાં અત્યાર સુધી બાંગ્લાદેશી ઘૂષણખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. હવે આગામી સમયમાં ચંડોળા અને આસપાસના વિસ્તારમાં સ્થાનિકોએ કરેલા દબાણો પણ હટાવવામાં આવશે.
મળતી માહિતી મુજબ, પહેલા ફેઝમાં 4000 જેટલા દબાણો દૂર કરાયા અને તેના કાટમાણને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. આગામી સમયમાં સ્થાનિકો સામે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવશે. લોકો પોતાની રીતે દબાણ ખાલી નહીં કરે તો લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરાશે. આગામી સમયમાં તબક્કાવાર રીતે ચંડોળા તળાવમાં પાણી ભરવામાં આવશે.
આ અંગે AMCએ જણાવ્યા મુજબ, અલગ-અલગ વિભાગોછે એ નોટીસ પણ આપશે અને છતાંય પણ જો કોઈ નહીં માને તો એવા કિસ્સામાં મહેસૂલ વિભાગ દ્વારા લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ દબાણ દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવશે. આ બધી અપેક્ષા એવી જ રાખીએ છીએ કે લોકો સ્વેચ્છાએથી દબાણ દૂર કરે. આ બધા એક્સટ્રીમ જે પગલાઓ છે કે જેના ભાગરૂપે આવું કામ કરશે. આ દબાણ દૂર થઈ ગયા પછી આયોજન આપણું એવું છે કે આ આ જે તળાવ છે એને તબક્કાવાર એકા એક નહીં ભરી શકાય પણ તબક્કાવાર આપણે તળાવને પાણીથી ભરી દેશું.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
