<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

સાબરકાંઠાના પોશીના પાસે ત્રિપલ અકસ્માતમા 3 લોકોના મોત : 10 લોકો ઇજાગ્રસ્ત

બસ, બાઇક અને ખાનગી જીપ વચ્ચે અકસ્માત : મૃત્યુ આંક હજુ પણ વધે તેવી શક્યતા

સાબરકાંઠા તા.૩

બસ, બાઇક અને ખાનગી જીપ વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. અકસ્માતમાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે

સાબરકાંઠાના પોશીના પાસે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. બસ, બાઇક અને ખાનગી જીપ વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. અકસ્માતમાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

બસ અંબાજીથી વડોદરા તરફ જઇ રહી હતી.. દરમ્યાન પોશીના પાસે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ખેડબ્રહ્મા ખેરોજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં મોતનો આંકડો હજુ વધે તેવી શક્યતા છે

(3:35 PM IST)