<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

અત્યાર સુધીમાં ચાર હજાર ગેરકાયદેર મકાનો દૂર કરવામાં આવ્યા છે અને દોઢ લાખ ચોમી જગ્યા ખુલ્લી કરવામાં આવતા તેમાં તળાવનું પાણી ભરાશે , ટોરન્ટના કનેકશન હતા તેની પણ તપાસ કરાશે : અમદાવાદના ચંડોળા વિસ્તારમા ડિમોલીશન કામગીરી મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારનુ નિવેદન

29 અને 30 એપ્રિલના રોજ બે દિવસમાં 4000 જેટલાં ઝૂંપડાં, નાનાં-મોટાં મકાનો તોડવામાં આવ્યાં હવે ડિમોલિશન બંધ કરાયું છે અને ગેરકાયદે મકાનો હટાવવા નોટિસ પણ આપવામાં આવશે

અમદાવાદ તા.૩ :  ચંડોળા વિસ્તારમા પ્રથમ ફેઝની ડિમોલીશન કામગીરી મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું કે, અત્યાર સુધીમાં ચાર હજાર ગેરકાયદેર મકાનો દૂર કરવામાં આવ્યા છે અને દોઢ લાખ ચોમી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. જે વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો છે, તેમાં તળાવનું પાણી ભરાશે. જે જગ્યા પર ટોરન્ટના કનેકશન હતા તેની પણ તપાસ કરાશે.

ચંડોળા તળાવમાં 29 એપ્રિલે મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ગુજરાતનું સૌથી મોટું મેગા ડિમોલિશનના નામે ચંડોળા તળાવમાં ઝોપડાઓ અને મકાનો તોડવાની કામગીરી અચાનક જ બંધ કરી દેવામાં આવી છે. 29 અને 30 એપ્રિલના રોજ બે દિવસમાં 4000 જેટલાં ઝૂંપડાં, નાનાં-મોટાં મકાનો તોડવામાં આવ્યાં છે. આ જમીન સરકારની છે, પરંતુ દીવાલ કોર્પોરેશન બનાવી રહ્યું છે. કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તળાવની બાઉન્ડરી પણ નક્કી કરવામાં આવી નથી. જો કે હવે ડિમોલિશન બંધ કરાયું છે અને ગેરકાયદે મકાનો હટાવવા નોટિસ પણ આપવામાં આવશે.

કાંકરિયા તળાવ બાદ સૌથી મોટા ચંડોળા તળાવ પર આ દબાણો દૂર કર્યાં બાદ હવે એના પર ડેવલપમેન્ટની કામગીરી ખૂબ જ ઝડપી કરવામાં આવશે. ચંડોળા તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવશે. ચંડોળા તળાવનું કુલ સાત ફેઝમાં ડેવલોપમેન્ટ કરાશે. જેમાં પ્રથમ ફેઝમાં 27 કરોડના ખર્ચે વોક વે, જંગલ-જિમ સહિતની કામગીરી કરવામાં આવશે.

(4:44 PM IST)