News of Saturday, 3rd May 2025
રાજ્યની કેટલીક સ્કૂલો દ્વારા જ્યારે વાલી RTE હેઠળ મળેલા પ્રવેશ કન્ફર્મ કરાવવા વાલીઓએ આવકનો દાખલો ફોર્મ ભરતી વખતે સબમિટ કર્યો હોવા છતાં આવકના અન્ય પુરાવા મગાતા હોવાની ફરિયાદ
વાલીઓને હેરાન કરવા માટે વધારાના દસ્તાવેજો મગાતા હોવાનું ધ્યાને આવતા ડીઈઓએ તમામ સ્કૂલોને પત્ર લખ્યો : વાલીઓ પાસેથી વધારાનો દસ્તાવેજો માંગવામાં આવશે તો સ્કૂલ સામે કાર્યવાહી કરવાની ચિમકી

અમદાવાદ તા.૩ : શહેર સહિત રાજ્યની કેટલીક સ્કૂલો દ્વારા જ્યારે વાલી RTE હેઠળ મળેલા પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે જાય છે. ત્યારે તેમની પાસે વધારાના ડોક્યુમેન્ટની માગણી સ્કૂલો દ્વારા કરાતી હોવાની વિગતો સામે આવી છે. જેમાં વાલીઓએ આવકનો દાખલો ફોર્મ ભરતી વખતે સબમિટ કર્યો હોવા છતાં આવકના અન્ય પુરાવા મગાતા હોવાની ફરિયાદ ઊઠી છે.
મહત્ત્વનું છે કે, RTE અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ ફાળવેલા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સ્કૂલો દ્વારા વધારાના જરૂર ન હોય એવા ડોક્યુમેન્ટ્સની માગણી કરાતી હોવાની ફરિયાદો ઊઠી છે. આથી અમદાવાદ શહેર DEO દ્વારા તમામ સ્કૂલોને તાકીદ કરાઈ છે કે, એડમિટ કાર્ડમાં દર્શાવ્યા સિવાયના એક પણ ડોક્યુમેન્ટ્સની માગણી કરવી નહીં અને જો કરાશે તો નિયમો અનુસારની કાર્યવાહી કરાશે. વધુમાં સૂચના આપી છે કે, તારીખ 8 મે સુધીમાં પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે.
આમ, સ્કૂલો દ્વારા વાલીઓને હેરાન કરવા માટે વધારાના દસ્તાવેજો મગાતા હોવાનું ધ્યાને આવતા હોવાનું ડીઈઓએ તમામ સ્કૂલોને પત્ર લખીન જરૂર છે તેટલા જ દસ્તાવેજોની ઓરીજનલ કોપી માંગવા જણાવાયું છે. જો સ્કૂલ દ્વારા વાલીઓ પાસેથી વધારાનો દસ્તાવેજો માંગવામાં આવશે તો સ્કૂલ સામે કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
