News of Saturday, 3rd May 2025
190 ચંડોલાથી અને છ લોકો ભાગી ગયા તેમને સોલાથી અને બે ઓઢવથી એટલે કુલ 198 અને માર્ચમાં 12 એટલે ચંડોળા તળાવ એરિયામાંથી 210 બાંગ્લાદેશીઓ પકડ્યા : અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક
આપણું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે અને એમાં હું કહેવા માગું છું કે પોલીસની જે ઇફેક્ટિવનેસ છે એ ખૂબ જ વ્યવસ્થિત છે. કોઈ લો એન્ડ ઓર્ડર હાથમાં લેશે તો પોલીસ કડક રીતે કાર્યવાહી કરશે

અમદાવાદ તા.૩ : શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકે જણાવ્યું કે, અમે 190 ચંડોલાથી અને છ લોકો ભાગી ગયા તેમને સોલાથી પકડ્યા છે અને બે ઓઢવથી એટલે કુલ 198 અને માર્ચમાં 12 એટલે ચંડોળા તળાવ એરિયામાંથી કુલ 210 બાંગ્લાદેશીઓ આપણે પકડ્યા છે. અને આથી પહેલા જે ઝુંબેશ બહુ મોટા પાયે ચલાવી હતી એ 2009 માં ચલાવી હતી જ્યારે હું સ્પેશિયલ બ્રાન્ચમાં હતો. ત્યારે પણ અહીંયા લગભગ 1800 જે લોકો રહેતા હતા એ 329 ડેલિંગસમાં એ મેં રેકોર્ડ જોયા તો એ ત્યારે પણ ડિમોલિશન કર્યા અને ત્યારે પણ 95 ચંડોળામાંથી બાંગ્લાદેશીઓ 2009 માં પકડ્યા હતા. પણ આ અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટી બાંગ્લાદેશીઓ વિરુદ્ધની ડ્રાઈવ હતી અને ડિમોલ્યુશન ડ્રાઈવ પણ હતી. એમાં અમુક જે જાણીતા અને બહુ નામચીન લલ્લુ બિહારી અલીયસ મોહમ્મદ પઠાણ તેના તમે ફોટા પણ જોયા હશે. જેના મોટા બંગલા જેવા ફાર્મ હાઉસ બનેલા હતા.
એ આજે પણ આપણે બધા એરિયા જોયા એના સર્વે કર્યા આ પોલીસે જે કામ કર્યા છે બહુ સારી રીતે કર્યા છે. એમાં જોઈન્ટ કમિશનર ક્રાઈમ મિનિસ્ટર શરદ સિંઘલ અને એના સુપરવિઝન હેઠળ અને આપણે ઓવરઓલ ખાસા પોલીસ અને એસઆરપીની ની 20 કંપનીઓને 2000 થી ઉપર પોલીસ એમાં કામમાં લાગી હતી. તો એક સક્સેસફુલ ઓપરેશન આપણે કહી શકાય અને આ ફેઝ વન હતું. આપણે જે ફેઝ વન આપણે પૂર્ણ કરી લીધું છે. તો એ બદલ હું આપણે બધા પોલીસને પણ અભિનંદન પાઠવું છું અને કોઈપણ એમાં ઇન્સિડન્સ બન્યા વગર એટલો મોટો ડિમોલ્યુશન પૂર્ણ થઈ ગયું છે.
બીજા ફેઝનો અત્યારે બધી ચર્ચા વિચારણા કોર્પોરેશનને તરફથી જે ડિસિઝન આવશે. આપણું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે અને એમાં હું કહેવા માગું છું કે પોલીસની જે ઇફેક્ટિવનેસ છે એ ખૂબ જ વ્યવસ્થિત છે. કોઈ લો એન્ડ ઓર્ડર હાથમાં લેશે તો પોલીસ કડક રીતે કાર્યવાહી કરશે. જે કોઈ હોય એને હું શાંતિથી રહે અને આ પોન્ડ બાબતે તો સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ ઇન્સ્ટ્રક્શન છે ઓર્ડર છે કે હિન્દુસ્તાનના કોઈપણ તલાબના કોઈ એન્ક્રોચ કરી શકે નહીં એવું સ્પષ્ટ ડાયરેક્શન છે તો એ જે ડિસીઝન જે પણ કોર્પોરેશન તરફથી લેવામાં આવશે એ પોલીસ આપણા બંદોબસ્ત વ્યવસ્થિત આપશે.
આજે આપણે મ્યુનિસિપલ કમિશનર સાથે અને એની ટીમ સાથે આખે એરિયા આપણે ફરી લીધે જોઈ લીધે અને એને પણ જોઈ લીધે છે હવે આગળ જે કઈ નિર્ણય ફેઝ ટુ માટે જે લેશે એ એ રીતે આપણે કારવાઈ લો એન્ડ ઓર્ડર માટે કરવામાં આવશે. ચંડોલામાં એવું છે કે પહેલા પણ જે મેં કીધું કે 95 બાંગ્લાદેશીઓ 2009 માંથી પકડ્યા હતા ખાસા ડિમોલિશન થયા એમાં 329 ડેલિંગસ છે જે મેં 1800 થી ઉપર લોકો રહેતા હતા એમાં એક મદદરસા અને એક સ્કૂલ એ પણ બધા ડિમોલિશન 2009 મેં થયા હતા એમાં રેકોર્ડ જોયા ત્યારે હું જ અહીંયા સ્પેશિયલ બ્રાન્ચમાં હતું અને અત્યારે પણ ખાસા ડિમોલિશન બહુ મોટા પાયે થયા છે. એ ડિમોલિશન કર્યા પછી એ લોકો ફરી આવીને ફરી નહીં બનાવે એ માટે પણ કોર્પોરેશન તરફથી કદાચ રેલિંગ અને એની કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ જે બાંગ્લાદેશીઓ પકડવામાં આવે છે એનો એક પ્રોસીજર હોય છે. એમાં જુદી જુદી ઇન્ટેલિજન્સ એજન્સી જેમાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સની એજન્સી આપણી IV છે રો છે બીજા આર્મીની ઇન્ટેલિજન્સ છે એરફોર્સ નેવી ઇન્કમ ટેક્સની ઇન્ટેલિજન્સ છે ઘણી બધી ઇન્ટેલિજન્સ એજન્સીઓ એ લોકોને ઇન્ટરોગેટ કરે છે પછી ઇન્ટ્રોગેશન પછી આપણે અહિયાં ગુજરાત સરકારને પ્રપોઝલ મોકલીએ ફરી દિલ્હી મોકલીએ ફરી ડિપોર્ટેશનની કાર્યવાહીનો ઓર્ડર ત્યાંથી થાય છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
