<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

અમદાવાદમાં ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોર ઘૂસણખોરને આશરો આપનારો લલ્લા બિહારીને ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

બ્રાન્ચે કોર્ટ સમક્ષ આરોપીના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી લલ્લા બિહારી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના વસવાટ માટે બોગસ દસ્તાવેજ બનાવવામાં આરોપીએ મદદ કરી છે

અમદાવાદ તા.૩ :અમદાવાદમાં ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોર સામે તવાઇ હાથ ધરવામાં આવી હતી. ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્લાદેશી ઘૂસણખોરને આશરો આપનારો લલ્લા બિહારીની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આજ રોજ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

લલ્લા બિહારીના કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

અમદાવાદમાં ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોર સામે તવાઇ હાથ ધરવામાં આવી હતી. ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્લાદેશી ઘૂસણખોરને આશરો આપનારો લલ્લા બિહારીની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આજ રોજ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી

મળતી માહિતી મુજબ,  અમદાવાદના ચંડોળા વિસ્તારમાં  બાંગ્લાદેશી ઘૂસણખોરને આશરો આપનારો લલ્લા બિહારીને  પોલીસે ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે આજે પોલીસે લલ્લા બિહારીને કોર્ટમાં રજૂ કરાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે કોર્ટ સમક્ષ આરોપીના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે કોર્ટે લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.  લલ્લા બિહારી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના વસવાટ માટે બોગસ દસ્તાવેજ બનાવવામાં આરોપીએ મદદ કરી છે. લલ્લા બિહારીના દીકરાને સાથે રાખીને પણ પોલીસ તપાસ કરશે. અનેક પાસાઓ પર પૂછપરછ કરવામાં આવશે

(5:00 PM IST)