<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

ગુજરાતમાં હવે ડુપ્લીકેટે હદ વટાવી દીધી :પોલીસ સબ ઇન્સપેક્ટરની પરીક્ષાનું પરિણામ પણ 'નકલી'

પરિણામ એટલું વાયરલ થયું કે, કેટલાય લોકોનાં ઘરે તો પેંડા પણ વેચાઇ ગયા જો કે વાયરલ થયેલા આ લિસ્ટ અંગે આખરે પોલીસ ભરતી બોર્ડે સ્પષ્ટતા કરવી પડી હતી કે, આ પરિણામ નકલી છે આ પરિણામને કોઇએ આધાર તરીકે માનવું નહી.

અમદાવાદ :ગુજરાતમાં હવે ડુપ્લીકેટે હદ વટાવી દીધી છે. ડુપ્લીકેટ PMO ના અધિકારીથી માંડીને નકલી IPS,IAS, નકલી સરકારી કચેરી, નકલી ઘી સહિતની અનેક નકલી ખાદ્ય પદાર્થો સહિતનું નકલી ક્ષેત્રમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર ભુમિકામાં જોવા મળી રહ્યું છે. અહીં ચીન કરતા પણ વધારે નકલી વસ્તુઓ, વ્યક્તિઓ અને જે ઇચ્છો તે નકલી બનાવી આપવાની શક્તિ ધરાવતું ગુજરાત રાજ્ય બની ચુક્યું છે. પરીક્ષાના પેપર નકલી, જો પેપર અસલી આવે તો પરીક્ષામાં ગોટાળા, પાસ કરો તો હવે નકલ ક્ષેત્રે નવો કિર્તીમાન સ્થાપિત કરવા માટે ગુજરાતનું નવલું નજરાણું આવ્યું છે નકલી પરિણામ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં જ પોલીસ સબ ઇન્સપેક્ટરની પરીક્ષા લેવામાં આવી હતી. હવે આ પરીક્ષાનું નકલી પરિણામ પણ સામે આવી ગયું છે. આ પરિણામ એટલું વાયરલ થયું હતું કે, કેટલાય લોકોનાં ઘરે તો પેંડા પણ વેચાઇ ગયા હતા. જો કે વાયરલ થયેલા આ લિસ્ટ અંગે આખરે પોલીસ ભરતી બોર્ડે સ્પષ્ટતા કરવી પડી હતી કે, આ પરિણામ નકલી છે. ગુજરાત પોલીસ દ્વારા આ પરિણામ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ પરિણામ નકલી છે. આ પરિણામને કોઇએ આધાર તરીકે માનવું નહી.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતીને લઈને કર્યો ખુલાસો કર્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલું પરીક્ષકની યાદીનું લિસ્ટ ખોટું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉમેદવારોને સાવચેતી રાખવા માટેની ચેતવણી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં લિસ્ટ વાયરલ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

 


 

(6:34 PM IST)