<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

વડોદરામાં ફિઝિયોથેરાપિસ્ટની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો

ફિઝિયોથેરાપીની OPDમાં ગુજરાત ટ્રેક્ટર સોસાયટીમાં રહેતી રઈશબેન કડીવાલા નામની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યુ

વડોદરામાં ફિઝિયોથેરાપિસ્ટની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત ટ્રેક્ટર સોસાયટીમાં રહેતી 22 વર્ષીય રઈશબેન કડીવાલા નામની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે.  વિદ્યાર્થિની સયાજી હોસ્પિટલના ફિઝિયોથેરેપી વિભાગમાં અભ્યાસ કરતી હતી.  

ગત રોજ ફિઝિયોથેરાપીની OPDમાં અજાણી ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 22 વર્ષીય રઈશબેન કડીવાલા નામની વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યા વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. હજુ સુધી આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. જેને લઇ રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

 


 

(7:15 PM IST)