News of Saturday, 3rd May 2025
રાજ્યમાં આગામી 9 મે સુધી કમોસમી વરસાદ પડશે :કેટલાક જિલ્લાઓમાં કરા પડવાની સંભાવના: જાણો ક્યાં દિવસે ક્યાં જિલ્લામાં માવઠાની શકયતા
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ કરા પડવાની ચેતવણી

અમદાવાદ :ગુજરાતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે, ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 9 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની તો કેટલાક જિલ્લાઓમાં કરા પડવાની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા આજે 3 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા 4 મેના રોજ કચ્છ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા 5 મેના સમગ્ર રાજ્યમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા 6 થી 8 મે સુધી સમગ્ર રાજ્યમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા 9 મેના સમગ્ર રાજ્યમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા 5 અને 6 મેના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
