<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

લોનના હપ્તા ન ભરનાર ઝરવાણી ગામના વ્યતિને રાજપીપલા કોર્ટે ૧ વર્ષની કેદની સજા ફટકારી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ઝરવાણી ગામના રહેવાસી લક્ષ્મણભાઈ બામણીયા ભાઈ વસાવાએ શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપની લીમીટેડ પાસેથી વાહન ખરીદ કરવા માટે લોન મેળવેલી જેના હપ્તા લક્ષ્મણભાઈ બામણીયાભાઈ  વસાવા નાઓ નિયમિત જમા કરાવતા ન હોય બાકી હપ્તાની લેણી રકમ વધી જતા ફાઇનાન્સ કંપની દ્વારા એ રકમની માંગણી કરતા લક્ષ્મણભાઈ એ ફાઇનાન્સ કંપનીની લેણી રકમ પેટે રૂ|. 500000-નો ચેક લખી આપેલો જે ફાઇનાન્સ કંપની દ્વારા બેંકમાં ચુકવવા માટે નાંખતા ચેક પરત ફરતા ફાઇનાન્સ કંપનીનાં વકીલ અનિરુદ્ધ એચ. પંડ્યા દ્વારા નોટિસ પાઠવી તેમ છતાં  રકમની ચુકવણી ન કરતા રાજપીપલાની કોર્ટમાં કેસ દાખલ થતા કોર્ટ તરફથી સમન્સ કાઢવામાં આવેલ જેમાં કોર્ટમાં કેસ ચાલી જતા ટ્રાન્સપોર્ટ કંપનીના વકીલ અનિરુદ્ધ એચ પંડ્યાની ધારદાર દલીલો તથા એપેક્સ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને રાજપીપલાના બીજા અધિક ફોજદારી ન્યાયાધીશની કોર્ટનાં જજ એસ આર ગર્ગ એ લક્ષ્મણભાઈ બામણીયાભાઈ વસાવાને કસુરવાર ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ ની દોઢ ગણી રકમ દિન-૬૦ મા ફાઇનાન્સ કંપનીમાં ચૂકતે કરવાનો અને જો આ રકમ ચુકવવામા કસુર કરે તો વધુ 3 માસની કેદની સજા ભોગવવાનો હુકમ કરતા અન્યો માં ફફડાટ જોવા મળ્યો છે.


 

(10:02 PM IST)