<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

રેડક્રોસ રથ નર્મદા જિલ્લા શાખા ખાતે આવતા જન જાગૃતિ રથ નું સ્વાગત કરાયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ગુજરાત રાજ્ય રેડક્રોસ દ્વારા વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 1લી મે ના રોજ ગુજરાત સ્થાપના દિવસે અમદાવાદથી ચાર ઝોનમાં રેડક્રોસ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

દક્ષિણ ઝોનનો રથ ભરૂચ થઈ ને રાજપીપળા રેડક્રોસ ખાતે  આવી પહોંચતા આ  રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા શાખા ચેર પર્સન અને ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ ની ઉપસ્થિતિમાં રથ સાથે આવેલ વોલેન્ટર્સ નું સન્માન કરવામાં આવ્યું હતું.
રેડક્રોસની સેવાઓ અંગે જાગૃતિ ફેલાવતો આ રથ આગળ ડાંગ તરફ પ્રયાણ કરશે, રેડક્રોસ નર્મદા જિલ્લા શાખા દ્વારા પ્રાથમિક સારવાર, બ્લડ બેંક અને  રાહત દરે મેડિકલ સ્ટોર્સની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.રેડક્રોસના હોદ્દેદારો દ્વારા ગુજરાતમાં રેડક્રોસની 33 જિલ્લા શાખાઓ અને 90 તાલુકા શાખાઓ કાર્યરત છે. રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાની સંસ્થા કાર્યરત છે.
આ કાર્યક્રમમાં રેડક્રોસના કમિટી સભ્ય ડૉ. અવનીબેન શાહ સહિતના સદસ્યો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ રથયાત્રા આઠ દિવસ સુધી રાજ્યભરમાં ફરીને રેડક્રોસની સેવાઓ અંગે લોકોને માહિતગાર કરશે.

(10:06 PM IST)