News of Saturday, 3rd May 2025
નર્મદા જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શંકરાચાર્ય ભગવાન ની જન્મ જ્યંતી ની ઉજવણી કરાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા 25 વર્ષ થી આદ્ય જગતગુરુ શંકરાચાર્ય ભગવાન ની જન્મ જ્યંતી નિમિતે ભગવાન પરશુરામ અને ગુરુ શંકરાચાર્ય નું પૂજન કરવામાં આવે છે.વેદોક્ત મંત્રોચ્ચાર થકી ગુરુ શંકરાચાર્ય નું વિધિવત પૂજન રાજપીપળા ની ચોર્યાસી ની વાડી ખાતે કરવામાં આવ્યું હતું.
દેશમાં હાલમાં ચાલી રહેલી પરિસ્થિતિ વિશે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર થકી પરિસ્થિતિમાં સુધારો થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.પૂજન નો મુખ્ય હેતુ બ્રહ્મ સમાજ એકત્ર થાય તેવો છે.બ્રહ્મ સમાજને એક મંચ પર લાવવા માટે અનેક સૂચનો પણ બ્રમ્હ અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.જે સૂચનો થકી બધા એક સાથે જનોઈ બદલે એક જ સ્થળ પર ભેગા થાય. બ્રહ્મ સમાજ પ્રેરણા રૂપ બને તેવા પ્રયત્નો કરવામાં આવશે. ભગવાન પરશુરામની પ્રતિમાને ચોર્યાસીની વાડી માં જ શોભાયાત્રા ની જેમ ફેરવવામાં આવી હતી અને જય પરશુરામના નારા પણ લગાડવામાં આવ્યા હતા.જોકે આ કાર્યક્રમમાં માર્ગદર્શન માટે ઇનરેકા સંસ્થા ના સંચાલક ડો.વિનોદ કૌશિક, નર્મદા જિલ્લા બ્રહ્મ સમાજ ના અગ્રણી કલ્પેશ પંડ્યા, વિરલ દવે, દર્શન જોશી, અંકુર ઋષિ, પ્રણવ પંડ્યા, સાગર ભટ્ટ, કેતન પાઠક કમલેશ જાની અને ઘનશ્યામભાઈ વૈદ્ય જેવા એ સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
