News of Sunday, 4th May 2025
સુરતમાં લુખ્ખા તત્વોનો આંતકઃ ઘરમાં ઘુસી બંદૂકની અણીએ વૃદ્ધા દંપતિને લૂંટવાનો પ્રયાસઃ પડોશીઓની મદદની શખ્સને પકડી પોલીસને હવાલે કર્યો
સીસીટીવીમાં આરોપી પહેલા તો કુરિયર આપનારા બહાને આવ્યો અને ઘરમાં ઘુસે છે લૂંટનો પ્રયાસ કર્યો હતો

સુરતઃ સુરતમાં ઘરમાં ઘુસી બંદુકની અણીએ લૂંટ ચલાવવા જનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે.. આરોપીએ ઘરમાં ઘુસી વૃદ્ધ દંપતિને બંદુક બતાવી લૂંટ ચલાવવા પ્રયાસ કર્યો હતો,. જો કે પડોશીઓએ દોડી આવી આરોપીને ઝડપી લીધો હતો
આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.. સીસીટીવીમાં આરોપી પહેલા તો કુરિયર આવ્યું છે તેમ કહી ઘરમાં ઘુસે છે. તેના હાથમાં બંદુક જોવા મળી રહી છે..તે બંદુકની અણીએ વૃદ્ધ દંપતિને ડરાવવાનો પ્રયાસ કરે છે..વૃદ્ધ દંપતિ પૈકી વૃદ્ધ પુરુષ પહેલા તો થોડો સામનો કરતો જોવા મળે છે પરંતુ બાદમાં તે પણ આરોપી પાસેથી રહેલી બંદુક આગળ ઝુકી જઇને સોફા પર બેસી જાય છે. જો કે બાદમા પડોશીઓએ મદદે દોડી આવે છે અને આરોપીને ઝડપીને પોલીસને હવાલે કરી દે છે. પોલીસે આરોપીને ઝડપીને પૂછપરછ હાથ ધરી છે,
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
