<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં હસ્તપ્રત વાંચન લેખન કાર્યશાળાનો પ્રારંભ: ધો.12 અને કોલેજ કક્ષાના 40 ઉપરાંત ઋષિકુમારો જોડાયા

લીપી એ અમૃત કુંભ છે.એ કુંભનું દ્વાર ખોલીને અમૃત પીવાનું છે: અનેક રહ્સ્યો ગ્રન્થોના ગર્ભમાં પડ્યા છે.એને સમાજ સમક્ષ મૂકવાના છે: શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

અમદાવાદ:  સંસ્કૃત સાહિત્ય અકાદમી તથા SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય દર્શનમ્ સંશોધન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત હસ્તપ્રતવાંચન તથા લેખન કાર્યશાળાનુ ઉદ્ઘાટન તા.1 મે ગુજરાત સ્થાપનાના દિને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની વરદ હસ્તે કરવામાં આવેલ,.આ ઉદઘાટનમાં ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશભાઇ  ઝા વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.તથા સમગ્રકાર્યશાળાનું માર્ગદર્શન તથા પ્રશિક્ષણ આપનારા શ્રી ચેતનભાઇ ભોજક પણ ઉપસ્થિત રહયા હતા.
ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્ચાસાહિત્ય એકાદમીની અધ્યક્ષ ભાગ્યેશભાઇ ઝાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનઆપતા જણાવ્યુ હતુ કે પંદર લાખ હસ્તપ્રતોતમારી રાહ જોઇ રહેલ  છે.તમે લીપીને જાણોઅને ઉકેલો,આપનું આકાર્ય સંસ્કૃત અનેઆપણા ગ્રન્થો માટે ખૂબજમોટું યોગદાન રહેશે.સંસ્થાના અધ્યક્ષ અને અમેરિકા સત્સંગ વિચરણ કરી રહેલ સશાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિ ફોન દ્વારા આશીર્વાદ આપતા જણાવેલ કે લીપી એ અમૃત કુંભ છે.એ કુભનુ દ્વાર ખોલીને અમૃત પીવાનુ છે.અનેક રહસ્યો ગ્રન્થોના ગર્ભમાં પડ્યાછે.એને સમાજ સમક્ષ મૂકવાના છે.તેજ માટે દર્શનમ્ સંશોધન કેન્દ્રનો પ્રારંભ કરાયો છે.
આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ગુજરાતસાહિત્ય એકાદમીનો આભાર માન્યો હતોઅને દર્શનમ્  સંશોધન કેન્દ્રસાથે જોડાઇને અદભૂતકાર્યશાળાનું આયોજન કરવા બદલ અકાદમીના ભાગ્યેશઝાનો આભારમાન્યો હતો

(11:13 AM IST)