<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

ગેરકાયદેસર બાંગ્લાદેશી ઉપર તવાઈ બોલવાય: રાજયમાં 1500થી વધુ બાંગ્લાદેશીઓની અટક કરાઈ: હર્ષ સંઘવી

અમદાવાદના ચંડોળા ખાતે ડિમોલિશનને લઈને ગૃહ રાજ્યમંત્રીનું ખાસ નિવેદન

અમદાવાદ:  ચંડોળા ખાતે ડિમોલિશનને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એ એક મીડીયા સાથેની  ખાસ વાતચીત કરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, પહેલગામમાં હુમલા બાદ કેન્દ્રીય અને રાજ્ય સરકાર એલર્ટ મોડ ઉપર છે. દેશના રાજ્યોમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી ઉપર તવાઈ બોલવામાં આવી છે. જેમાં ખાસ કરીને રાજ્ય પોલીસ દ્વારા ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટક કરવામાં આવી છે. ત્યારબાદ તેઓનું વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, તમામ લોકોને હવે તેમના દેશ ડિપોર્ટ કરવામાં આવશે. 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છે. જેમાં સુરતમાં 227, અમદાવાદમાં 890, રાજકોટમાં 300થી વધારે બાંગ્લાદેશી લોકોની અટક કરવામાં આવી હતી. ત્યારબાદ ચંડોળા વિસ્તારમાં ડિમોલિશન કરાયું. અમદાવાદના ચંડોળાનું ડિમોલિશન માટે છેલ્લા એક વર્ષથી કવાયાત હાથ ધરવામાં આવી હતી. આ ડિમોલિશનમાં કુલ 17 વિભાગ જોડાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ બાબતે ચર્ચા કર્યા બાદ ડિમોલિશન કેવી રીતે કરાય તેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન બાદ હવે AMC નવીનીકરણની કામગીરી કરવાનું આયોજન કરશે. રૂપિયા 36 કરોડ 38 લાખના ખર્ચે ડેવલપમેન્ટની કામગીરી આ વિસ્તારમાં કરવામાં આવશે. જેમાં BRTS ટ્રેક, વોક વે , જંગલ જીમ ઈવેન્ટ શેડ, બ્રેડ રૂમ, ગ્રુમ રૂમ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. આ સિવાય ચંડોળા તળાવ પર ડ્રેનેજ લાઈન પમ્પિંગ સ્ટેશને ખંભાતી કૂવા બનાવવામાં આવશે. ત્યારે આગામી સમયમાં રહેણાંક મકાનો પણ બનાવવાનું આયોજન મનપા કરશે.

(4:16 PM IST)