News of Sunday, 4th May 2025
વરસાદી માહોલમાં વિરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત
વિરમગામમાં ખેડૂત મંગાજી ઠાકોર વરસાદ આવતો હોવાથી ખેતરમાં પાકને તાડપત્રીથી ઢાંકવા આકાશમાંથી મોતના સ્વરૂપે વીજળી સીધી ખેડૂત ઉપર પડી

અમદાવાદ : રાજયમાં કમોસમી વરસાદે એક ખેડૂતનો જીવ લીધો છે. અમદાવાદના વિરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત નિપજતાં સમગ્ર ગ્રામજનો તેમજ કુટુંબીજનોમાં શોકનો માહોલ છવાયો છે.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામમાં ખેડૂત મંગાજી ઠાકોર વરસાદ આવતો હોવાના કારણે ખેતરમાં પાકને તાડપત્રીથી ઢાંકવા જઈ રહ્યાં હતાં. આ દરમિયાન આકાશમાંથી મોતના સ્વરૂપે વીજળી સીધી ખેડૂત ઉપર પડી. જેના કારણે ખેડૂતનું મોત નિપજ્યું હતું. હાલ ખેડૂતના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટ મોર્ટમ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
