<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

અમદાવાદમાં સિંગરવાના ગુમ યુવકનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ ઈન્દિરા બ્રિજ નીચેથી મળતા ચકચાર

યુવાન ગુમ થયો ત્યારે પરિવારે ઓઢવ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી હતી :ઈન્દિરા બ્રિજની નીચેથી હાથ પગ બાંધીને હત્યા કરાયેલી હાલતમાં કોથળામાં બાંધેલો મૃતદેહ મળી આવ્યો

અમદાવાદમાં સિંગરવાના યુવકની ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. હવે આ યુવકનો મૃતદેહ અમદાવાદના ઈન્દિરા બ્રિજ નીચેથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. યુવાન ગુમ થયો ત્યારે પરિવારે ઓઢવ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદ લઈને તપાસ શરૂ કરી હતી. પરંતુ આ યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ સર્જાય હતો.

મળતી માહિતી મુજબ, અમદાવાદના સિંગરવા વિસ્તારમાં આકાશ નામના યુવકની તેના પરિવાર દ્વારા ગુમ થયાની ઓઢવ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસ અને પરિવાર દ્વારા આકાશની શોધખોળ હાથ ધરાઈ હતી. આ દરમિયાન શહેરના ઈન્દિરા બ્રિજની નીચેથી હાથ પગ બાંધીને હત્યા કરાયેલી હાલતમાં કોથળામાં બાંધેલો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસે આ મૃતદેહ અંગે તપાસ કરતાં તેની ઓળખ તાજેતરમા ગુમ થયેલા આકાશની હોવાનું ખૂલ્યું હતું. આકાશની હત્યા થતાં પરિવારમાં શોક છવાયો છે. રિવરફ્રન્ટ પોલીસે ફરિયાદ નોંધીને યુવાનની હત્યા કોણે અને કયા કારણોસર કરવામાં આવી તે દિશામાં તપાસ હાથ ધરી છે.

 

(5:07 PM IST)