News of Sunday, 4th May 2025
રાજ્યમાં તસ્કરો બન્યા બેફામ :ક્યાંક મંદિર તો ક્યાંક દુકાન કે ઘરને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો
બનાસકાંઠામાં મંદિરને નિશાન બનાવી ચાંદીના છત્તરની ચોરી:કેશોદમાં તસ્કરોએ 2 દુકાનોમાં હાથફેરો કર્યો:અંકલેશ્વરમાં શખ્સો ઘરનો દરવાજો તોડી ઘરમાં ઘૂસ્યા:સુરતમાં શખ્સે બંદૂક બતાવી વૃદ્ધ દંપતીને ડરાવી લૂંટનો પ્રયાસ

અમદાવાદ : રાજ્યમાં તસ્કરો બેફામ બન્યા છે શખ્સોએ ક્યાંક મંદિર તો ક્યાંક દુકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપી રહ્યા છે. રાજ્યના 4 જિલ્લામાં ચોરીની ઘટનાઓ સામે આવી છે. બનાસકાંઠામાં મંદિરને નિશાન બનાવી ચાંદીના છત્તરની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા જ્યારે જૂનાગઢના કેશોદમાં તસ્કરોએ 2 દુકાનોમાં હાથફેરો કર્યો.
અંકલેશ્વરમાં શખ્સો ઘરનો દરવાજો તોડી ઘરમાં ઘૂસ્યા. તો સુરતમાં શખ્સે બંદૂક બતાવી વૃદ્ધ દંપતીને ડરાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો
પાલનપુરમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. ગઢમાં મહાકાળી મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. મંદિરમાંથી તસ્કરો ચાંદીના છત્તરની ચોરી કરી ફરાર થયા છે. ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે CCTVને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
જૂનાગઢના કેશોદમાં તસ્કરો બેફાન બન્યા છે. પટેલ મિલ રોડ પર બે દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. બાઈકસવાર શખ્સો દુકાનમાંથી ચોરી કરી ફરાર થયા હતા. પોલીસે CCTVને આધારે તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વરમાં વાત્સલ્ય સોસાયટીમાં ત્રાટક્યા 3 શખ્સ અને ચોરીને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. દરવાજો તોડી ઘરમાં ઘૂસ્યા હતા. પડોશી જાગી જતા નાસી છૂટ્યા હતા. ચોરીના પ્રયાસની ઘટના CCTVમાં કેદ થઈ છે.
સુરતમાં પોલીસને પડકાર ફેંકતા લુખ્ખાતત્વો બેફામ બન્યા છે. સચિન પોલીસ સ્ટેશનની સામે લૂંટની ઘટના બની છે. કુરિયર આવ્યું છે કહી શખ્સ ઘરમાં ઘૂસ્યો હતો. ઘરમાં રહેતા વૃદ્ધ દંપતીને બંદૂક બતાવી ડરાવ્યા ત્યારબાદ વૃદ્ધ દંપતિ બૂમાબૂમ કરતા પડોશીઓ દોડી આવ્યા હતા. આમ પડોશીઓએ શખ્સને પકડી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
