News of Monday, 5th May 2025
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તેજ પવન અને ભારે વરસાદ પડવાની આગાહી
જાણો ક્યાં જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબકશે : ઓરેન્જ એલર્ટ જારી કરાયું

અમદાવાદ : સાયક્લોનિકલ સર્ક્યુલેશનના કારણે ભરઉનાળે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. શનિવાર રાતથી રાજ્યના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડયો હતો. હજુ આગામી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છમાં પવન સાથે ભારે વરસાદ પડશે. તો બીજી તરફ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તેજ પવન અને ભારે વરસાદ પડવાની પણ આગાહી હોવાથી ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. વરસાદની સાથે સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાકે 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
