News of Monday, 5th May 2025
ગાંધીનગરના અડાલજ હાઇવે પર આવેલા દબાણો હટાવવા કાર્યવાહી
ઝુંડાલથી લઈને અડાલજ સુધીના રસ્તા પર આવેલ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું

ગાંધીનગરના અડાલજ હાઇવે પર આવેલા દબાણોને દૂર કરવા માટે સરકારી તંત્ર દ્વારા વિશાળ સ્તરે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝુંડાલથી લઈને અડાલજ સુધીના રસ્તા પર આવેલ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. બાલાપીર દરગાહ સહિત અનેક સરકારી જગ્યા પર થયેલા દબાણોને હટાવવાની કાર્યવાહી ગુડા, માર્ગ મકાન વિભાગ, પંચાયત વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા સંયુક્ત રૂપે કરવામાં આવી છે.
આ કામગીરી દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કાયદો અને વ્યવસ્થા બંને જળવાઈ રહી હતી. અમદાવાદ–મહેસાણા હાઇવેને પહોળો બનાવવા માટે અને ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે સરકાર દ્વારા આ ખાસ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દબાણ હટાવવાની આ કામગીરી ભવિષ્ય માટેની એક નવી પહેલ છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
