News of Monday, 5th May 2025
સુરતના સચિન GIDCમાં 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવનાર નરાધમને 20 વર્ષની સખત સજા ફટકારી
આરોપીએ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના કારણે કિશોરી ગર્ભવતી થઈ ગઈ અને બાળકને જન્મ આપ્યો હતો

સુરતમાં દુષ્કર્મના વધુ એક કેસમાં આરોપીને કડક સજા ફટકારવામાં આવી છે. 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવનાર આરોપી અંશુસિંઘ ચૌહાણને સુરતની કોર્ટે 20 વર્ષની સખત સજા સંભળાવી છે. જણાવી દઈએ કે, કોર્ટે 10 મહિનામાં જ આ કેસનો ચુકાદો આપી દીધો છે.
આ દુષ્કર્મની ઘટના સુરતના સચિન GIDC વિસ્તારમાં બની હતી. આરોપીએ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના કારણે કિશોરી ગર્ભવતી થઈ ગઈ હતી અને બાળકને જન્મ આપ્યો હતો.
કોર્ટ દ્વારા ફક્ત સજા જ ફટકારવામાં આવી નથી પરંતુ કિશોરીના પરિવારને વસવાટ ખર્ચ તરીકે રૂ. 3.5 લાખનું વળતર ચુકવવાનો પણ આદેશ આપ્યો છે.
.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
