News of Monday, 5th May 2025
બનાસકાંઠાના વાવમાં ગૌશાળામાં 20 ગાયના મોત
ગાય એરંડા ખાઈ જતા ફૂડપોઝનિંગ થયાનું અનુમાન ખેડૂતોએ લગાવ્યું : બુકાણા ગામની ગૌશાળામાં 20 ગાયના મોત થતા તપાસનો ધમધમાટ

બનાસકાંઠાના વાવમાં ગૌશાળામાં 20 ગાયના મોત થયા હોવાની વાત સામે આવી છે, જેમાં ગાય એરંડા ખાઈ જતા ફૂડપોઝનિંગ થયાનું અનુમાન ખેડૂતોએ લગાવ્યું છે, બુકાણા ગામની ગૌશાળામાં 20 ગાયના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે, હાલમાં તો તંત્રની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને પશુ પાલન વિભાગના અધિકારીઓને પણ જાણ કરાઈ છે.
ગૌશાળામાં રહેલી 20 ગાયના મોત થયા છે, તો અન્ય 15 ગાયોને સારવાર આપીને બચાવી લેવામાં આવી છે, સ્થાનિકોનું કહેવું છે કે જંગલ વિસ્તારમાં ગાય ચરવા ગઈ હતી અને તે દરમિયાન એરંડા ખાધા હોય અને તેના કારણે મોત થયું હોઈ શકે છે, ત્યારે પશુ પાલન વિભાગ બનાસકાંઠા દ્વારા સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
