News of Monday, 5th May 2025
ધો.12 સામાન્ય પ્રવાહમાં અમદાવાદ શહેરનું 89.21 ટકા, અમદાવાદ જિલ્લાનું 90.95 ટકા, પરિણામ
જાણો કચ્છ .ખેડા.જામનગર,જૂનાગઢ, પંચમહાલ .ભરૂચ,ભાવનગર મહેસાણા જિલ્લા સહિતના ક્યાં જિલ્લાનું કેટલું પરિણામ આવ્યું ?

ધોરણ 12 ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7 ટકા આવ્યું હતું તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા આવ્યું હતું. ધો.12 સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો અગ્રેસર રહ્યો છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો અગ્રેસર રહ્યો હતો. વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું 92.91 ટકા પરિણામ આવ્યું હતું
ધો.12 સામાન્ય પ્રવાહમાં અમદાવાદ શહેરનું 89.21 ટકા, અમદાવાદ જિલ્લાનું 90.95 ટકા, અમરેલી જિલ્લાનું 91.19 ટકા, કચ્છ જિલ્લાનું 95.5 ટકા પરિણામ, ખેડા જિલ્લાનું 88.7 ટકા પરિણામ, જામનગર જિલ્લાનું 93.61 ટકા પરિણામ, જૂનાગઢ જિલ્લાનું 89.15 ટકા પરિણામ, પંચમહાલ જિલ્લાનું 89.73 ટકા પરિણામ, ભરૂચ જિલ્લાનું 93.33 ટકા પરિણામ, ભાવનગરનું 95.82 ટકા પરિણામ, મહેસાણા જિલ્લાનું 95.5 ટકા પરિણામ, રાજકોટ જિલ્લાનું 93.66 ટકા પરિણામ, વલસાડમાં 89.52 ટકા પરિણામ, સાબરકાંઠામાં 92.10 ટકા પરિણામ, સુરત જિલ્લાનું 93.97 ટકા પરિણામ, સુરેંદ્રનગર જિલ્લાનું 95.76 ટકા પરિણામ, આણંદ જિલ્લાનું 93.46 ટકા પરિણામ, પાટણ જિલ્લાનું 93.6 ટકા પરિણામ મળ્યું હતું.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
