News of Monday, 5th May 2025
પાટણમાં સોસાયટી આગળ ભરાતા ગટરના પાણી મુદ્દે મહિલાઓની કલેક્ટરને રજૂઆત: ગંદા પાણી ઘરમાં ઘુસી આવતા હોવાની ફરિયાદ
સોપાન વિલા, મુનિજી સોસાયટી, માહી સોસાયટી, એપોલો સોસાયટી સહિતની સોસાયટીમાં પ્રશ્નોની ભરમાર :અનેકવાર રજૂઆતો કરવા છતાં પાલિકાનું નઘરોળ તંત્રના પેટનું પાણી હાલતું નથી

પાટણ શહેરમાં પાંચ જેટલી સોસાયટીની મહિલાઓ કલેકટર કચેરી પહોંચી હતી. જ્યાં કચેરીના કમ્પાઉન્ડમાં નગરપાલિકા વિરુદ્ધ સુત્રોચાર ઉચ્ચારી પાયાની સુવિધા પૂરી પાડવામાં પાલિકા તંત્ર ઊણી નહીં ઊતરતા રોષ વ્યક્ત કર્યો હતોં. પાટણ શહેરમાં અંબાજી નગર વિસ્તારની પાંચ સોસાયટી આગળ ભરતા ગટરના પાણીનો નિકાલ રોડ રસ્તા તેમજ વરસાદી પાણી નિકાલ ના પ્રશ્નો સાથે મહિલાઓએ કલેક્ટર ને રજૂઆત કરી હતી.
નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષથી અહીંયા આવેલી સોપાન વિલા, મુનિજી સોસાયટી, માહી સોસાયટી, એપોલો સોસાયટી સહિતની સોસાયટીમાં પ્રશ્નોની ભરમાર છે અને અનેકવાર રજૂઆતો કરવા છતાં પાલિકાનું નઘરોળ તંત્રના પેટનું પાણી હાલતું ન હોવાથી મહિલાઓએ વિરોધ દર્શાવ્યો હતો અને લેખિત રજૂઆત કરી પાલિકાની પોલ ખોલી દીધી હતી.
5 સોસાયટીની મહિલાઓ કલેક્ટર કચેરી પહોંચી વિરોધ નોંધાવતા કહ્યું હતું કે ઘણી વખત તો સંડાસના પાણી ઘરમાં આવે છે, આ ઉપરાંત કહ્યું કે રસ્તાની પણ નગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવી નથી. આજુ બાજુમાં જ્યાં જોવો ત્યાં માત્રને માત્ર ગંદકી જ જોવા મળે છે. મહિલાઓએ આક્ષેપ પણ કર્યો હતો કે જે પ્રકારે નગરપાલિકા વેરા વસૂલાત કરે છે તેની સામે સેવાઓ અને સુવિધાઓ અપાતી નથી ત્યારે આ પ્રશ્નોનું હવે કલેક્ટર કક્ષાએ યોગ્ય ઘટતું કરવામાં આવે તેવી માંગ કરી છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
