<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

પરમાત્‍મા ભાવવાળાના છેઃ ભાવ કરવા વાળાના નહીં: હાર્દિક હુંડિયા

અમદાવાદના ગોમતીપુર જૈન મંદિરમાંથી પરમાત્‍માની પ્રતિમાઓ લઇ જવા અંગે આઇજા સંસ્‍થાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષે કર્યા સવાલો

રાજકોટઃ તા.૫: થોડા મહિના પહેલા ગોમતીપુર દાદાના જૈનમંદિરમાંથી પરમાત્‍માની મૂર્તિઓ લઈગયા બાદપણ પરમાત્‍માના પરમ ભક્‍તોના ભાવ ઓછા નથી થયા , એમને લાગે છે કયારેક તો પ્રભુ પાછા આવશે ? પૈસા અને સત્તાના જોરે જો પરમાત્‍મા ને લઈ ગયા હોય તો પરમાત્‍મા પ્રતિ આદર ભાવ લઈ જવા વાળાના કયા છે ? પ્રભુ ના ભક્‍તો ને રોતા મૂકી લઈ જનારા શું ખરેખર જૈન ધર્મ સમજ્‍યા છે ? સમજ્‍યા હોત તો આવું પગલું ના ભરત ?

હાર્દિક હુંડિયાએ મૂર્તિ લઈ જનારાઓને સવાલ કર્યો છે કે ભગવાન ખુદના સ્‍વાર્થ માટે લઈ ગયા છે ક ેવિધર્મી વસ્‍તી વધી ગઈ છે તે માટે ? જવાબ આપો ? દર રવિવારે દાદા પાછા આવે તે માટે અનુષ્‍ઠાનો અને રવિવારે દાદા ની ભક્‍તિ ભક્‍તો ભાવથી મંદિરમાં કરે છે . આઇજા સંસ્‍થાના રાષ્‍ટ્રીય પ્રમુખ હાર્દિક હુંડિયાએ પણ વાસ્‍તવિકતા જાણી ત્‍યારે તેમણે પણ કહ્યું હતું કે દાદા ના પ્રાચીન તીર્થ મંદિર માંથી જે પ્રમાણે જૈન અમીર લોકો એટલે કે ભાવ કરવા વાળા લઈ ગયા તે ખૂબજ દુઃખ ની વાત છે પણ ભાવ કરવા વાળા ને ખ્‍યાલ નથી કે પરમાત્‍મા પ્રતિ ભાવ રાખવા વાળા આજે પણ પરમાત્‍મા પાછા આવશે તે ભાવ રાખીને બેઠા છે .

ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને પણ ગોમતીપૂર ઘટનાની જાણ કરી હતી અને મુખ્‍યમંત્રી કાર્યાલય માંથી હાર્દિક હુંડિયાને પત્ર દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે ગોમતીપુર દાદાની મૂર્તિઓ કેમ લઈ ગયા તેના માટે ગુજરાત સરકારે તપાસ શરૂ કરી છે અને જલ્‍દીથી જાણ પણ કરવામાં આવશે .

હાર્દિક હુંડિયા જણાવ્‍યું હતું કે જે પ્રમાણે ભગવાન ની મૂર્તિઓકટર થી કાપીને લઈ ગયા છે એ પ્રભુની ભયંકર આશાતના કરી છે . અમુક ધનિકો લોકો આ રીતે દાદાના પ્રાચીન મંદિરમાંથી મૂર્તિ લઈ જાય તે કેટલું વ્‍યાજબી ? હાર્દિક હુંડિયાએ જણાવ્‍યું હતું કે મૂર્તિ લઈ જનાર જો એમ કહેતા હોય કે વિધર્મી વસ્‍તી વધી રહી છે તે જો બહાનું હોય તો ખોટું છે .

આજ ગોમતીપૂર દાદાના ભક્‍તો ચાતક પક્ષી જેમ વર્ષાની રાહ જુએ છે તેમ દાદાની રાહ જોઈ ને બેઠા છે કે પ્રભુ કયારે પાછા આવશે ? હાર્દિક હુંડિયાની દેશના તમામ ચતુર્વિધ સંઘને વિનતી છે કે એક નાના સંઘ ને બધા સાથ આપે અને જે દાદા લઈ ગયા છે તે દાદા પાછા ત્‍યાં બિરાજમાન કરે . હાર્દિક હુંડિયા (મો. ૯૭૬૯૬ ૧૧૧૧૧) ની સાથે મહાવીર શ્રીમાલ , આનંદદોશી , અજીતમહેતા , નવીનદોશી, સમીરશાહ સહિત અનેક જૈન યુવા શ્રેષ્ઠીઓ પણ હાજર હતા.

(2:43 PM IST)