<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

કાલથી શુક્રવાર સુધી કમોસમી વરસાદઃ ૧ થી ૮ ઈંચ સુધી વરસશે

જાણીતા વેધરએનાલીસ્‍ટ અશોકભાઈ પટેલની તા.૫ થી ૧૧ મે સુધીની આગાહી :મુખ્‍ય વરસાદ તા.૬ થી ૯ મે દરમ્‍યાન પડશે, આગાહી સમયમાં ક્‍યાંક ૧ ઈંચ તો ક્‍યાંક ૮ સુધી વરસી જાયઃ કેટલાક વિસ્‍તારોમાં ગાજવીજ, પવન અને કરા સાથેનો વરસાદ પડશેઃ દિવસના તાપમાનમાં ૩ થી ૧૦ ડીગ્રી સુધીનો ઘટાડો થશે

રાજકોટઃ અસહ્ય તાપ ગરમીથી રાહત મળી છે. ત્‍યારે વાતાવરણ અસ્‍થિર બનશે. આ સપ્‍તાહમાં રાજ્‍યમાં કમોસમી વરસાદ પડશે. મુખ્‍ય વરસાદ આવતીકાલ મંગળવારથી શુક્રવાર સુધી પડશે. કોઈ જગ્‍યાએ ૧ ઈંચ તો કોઈ જગ્‍યાએ ૮ ઈંચ સુધી વરસાદ પડશે, તેમ વેધર- એનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે.

તેઓએ જણાવેલ કે ગઈકાલે જનરલ તાપમાન નીચુ આવ્‍યું. જેમ કે રાજકોટ ૪૧ (નોર્મલ), અમરેલી ૩૯.૫ (નોર્મલથી ૨.૫ ડીગ્રી નીચુ), અમદાવાદ ૩૭.૪ (નોર્મલ થી ૪ ડીગ્રી નીભુ), ભુજ ૩૭.૬( નોર્મલથી ૨.૫ ડીગ્રી નીચુ) નોંધાયેલ.

વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ અંગેનું સાયકલોન સરક્‍યુલેશન મધ્‍ય પાકિસ્‍તાન, લાગુ પંજાબ, લાગુ ઉત્તર પヘમિ રાજસ્‍થાન ઉપર ૩.૧ થી લઈ ૯.૪ સુધી સક્રિય છે.

એક યુ.એ.સી. દક્ષિણ પાકિસ્‍તાન અને લાગુ દક્ષિણ પヘમિ રાજસ્‍થાનના નીચલા લેવલે છે.

આવતા દિવસોમાં પાકિસ્‍તાન વાળી સિસ્‍ટમ્‍સ રાજસ્‍થાન ઉપર પછી દક્ષિણ રાજસ્‍થાન અને લાગુ ગુજરાત બોર્ડર ઉપર આવશે. તેમાંથી એક ટ્રફ દક્ષિણ પશ્‍ચિમ તરફ લંબાશે. અરબીસમુદ્ર તરફ નીચલા લેવલથી લઈ ઉપલા લેવલ સુધી ભેજનું પ્રમાણ વધુ રહેશે.

વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૫ થી ૧૧ મે (સોમ થી રવિ) સુધીની આગાહી કરતા જણાવેલ કે આગાહી સમયમાં પવનની દિશા જનરલ દક્ષિણ પヘમિ દિશામાંથી અને ક્‍યારેક દક્ષિણના ફૂંકાશે. તા.૬ થી ૯ મે દરમ્‍યાન વાતાવરણની અસ્‍થિરતાના લીધે પવનની દિશા પણ ફર્યા કરશે.

પવનની ઝડપ ૧૫ થી ૨૫ કિ.મી.ના, ઝાટકાના પવન ૧૫ થી ૩૫ કિ.મી. અને જ્‍યારે વાતાવરણ અસ્‍થિર બનશે. ત્‍યારે પવનની ઝડપ ૪૦ થી ૬૦ કિ.મી.ના ફૂંકાશે.

આકાશની સ્‍થિતીઃ તા.૫ છુટાછવાયા વાદળો જોવા મળશે. તા.૬ થી ૯ વાદળો વધશે. વાતાવરણ અસ્‍થિર બનશે. તા.૧૦, ૧૧ના ફરી છુટાવાયા વાદળો.

તા.૫ના તાપમાન નોર્મલથી ઓછુ રહેશે. તા.૬ થી ૯ દરમ્‍યાન તાપમાન નોર્મલથી ૩ થી ૧૦ ડીગ્રી નીચુ રહેશે. તા.૧૦, ૧૧ના ૩ થી ૬ ડીગ્રી નોર્મલથી નીચુ રહેશે.

વરસાદની વાત કરીએ તો તા.૫ના ઉત્તર ગુજરાત અને કચ્‍છ અને સૌરાષ્‍ટ્રમાં કેટલાક ભાગોમાં કમોસમી  વરસશે. તા.૬ થી ૯ સૌરાષ્‍ટ્ર કચ્‍છ ગુજરાતમાં ઠીકઠીક વ્‍યાપક કમોસમી વરસાદ. જેમાં કેટલાક વિસ્‍તારોમાં ગજવીજ સાથે પવન અને કરા સાથેનો વરસાદ. તા.૧૦, ૧૧ અમુક વિસ્‍તારોમાં છુટાછવાયા વરસાદની શક્‍યતા.

વરસાદનું પ્રમાણઃ આગાહી સમયમાં કુલ વરસાદ ૨૫ મી.મી થી ૨૦૦ મી.મી. સુધીનો પડશે. મુખ્‍ય વરસાદ તા.૬ થી ૯ દરમ્‍યાન રહેશે.

(3:55 PM IST)