<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

કડી અને વિસાવદર વિધાનસભાની આખરી મતદાર યાદી જાહેર : કડીમાં 2.89 લાખ અને વિસાવદરમાં 2.61 લાખ મતદારો

કડીમાં 376 અને વિસાવદરમાં 185 મતદારોનો વધારો : ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ બાદ આખરી યાદી પ્રસિદ્ધ

ગાંધીનગર: ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની આગામી ચૂંટણી માટે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. 05 મે, 2025ના રોજ પ્રસિદ્ધ થયેલી આ યાદીમાં કડી વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,89,746 મતદારો નોંધાયા છે, જેમાં 376 મતદારોનો વધારો થયો છે. વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,61,052 મતદારો નોંધાયા છે, જેમાં 185 મતદારોનો વધારો થયો છે.
કડી વિધાનસભા મતવિસ્તારમાં 1,49,719 પુરુષ, 1,40,023 મહિલા અને 4 ત્રીજી જાતિના મતદારો છે. વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં 1,35,597 પુરુષ, 1,25,451 મહિલા અને 4 ત્રીજી જાતિના મતદારો છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત 1 એપ્રિલ, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. 8 એપ્રિલ, 2025ના રોજ પ્રસિદ્ધ થયેલી મુસદ્દા મતદાર યાદી મુજબ કડીમાં 2,89,370 અને વિસાવદરમાં 2,60,867 મતદારો હતા.
મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુકલાએ જણાવ્યું હતું કે, મતદાર નોંધણી અધિકારીના નિર્ણય સામે કોઈ મતદારને વાંધો હોય તો તેઓ જિલ્લા ચૂંટણી અધિકારીને અપીલ કરી શકે છે.

(5:40 PM IST)