News of Monday, 5th May 2025
સાંજે અમદાવાદના વાતાવરણમાં પલટો :ધૂળની આંધી સાથે કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો : જુઓ વિડિઓ
બોપલ, સેટેલાઈટ, સરખેજ-ગાંધીનગર હાઈવે સહિતને અનેક વિસ્તારોમાં ભારે ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફુંકાયો : વિવેકાનંદ નગર, હાથીજણ વિસ્તારોમાં કરા વર્ષા

અમદાવાદ શહેરના વાતાવરણમાં ઓચિંતા પલટો આવ્યો છે. દિવસભરના ભારે ઉકળાટ વચ્ચે સાંજના સમયે ધૂળભરી આંધીને લીધે શહેરના અનેક વિસ્તારોમાં વિઝીબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ હતી.
બોપલ, સેટેલાઈટ, સરખેજ-ગાંધીનગર હાઈવે સહિતને અનેક વિસ્તારોમાં ભારે ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.
આ ઉપરાંત અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે. વિવેકાનંદ નગર, હાથીજણ વિસ્તારોમાં કરા વર્ષા થઈ રહ્યો છે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
