<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

ગાંધીનગરમાં ભારે પવનથી રામકથા મેદાનમાં મંડપ હવામાં ઉડ્યો :અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી

ધૂળની ડમરીઓ ઉડતાં વિઝિબિલિટિ ઘટી ગઈ હોવાથી વાહન ચાલકો અટવાયા

અમદાવાદ : રાજ્યના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો અનેક શહેરોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારોમાં પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી છે. ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ થતાં રામ કથા મેદાનમાં સમૂહ લગ્નનો મંડપ ઉડ્યો હતો. ધૂળની ડમરીઓ ઉડતાં વિઝિબિલિટિ ઘટી ગઈ હોવાથી વાહન ચાલકો અટવાયા હતાં. 

 

(7:16 PM IST)