<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

પેટલાદ પંથકમાં મીની વાવાઝોડા જેવો માહોલ : ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

હાઇવે ઉપર વૃક્ષો ધરાશાયી થયા છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત થયા

સમગ્ર ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારોમાં પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી છે

 વડોદરામાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. વિઝિબિલિટિ ઘટતાં વાહન ચાલકો અટવાયા હતાં.

આણંદના પેટલાદ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાતા ગરમીમાં રાહત મળી હતી. સમગ્ર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. હાઇવે ઉપર વૃક્ષો ધરાશાયી થયા છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત થયા છે.

 

(7:22 PM IST)