News of Monday, 5th May 2025
પાલનપુર અને વડગામ વિસ્તારમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદ ખાબક્યો
બાપલા, વાછોલ અને કુંડી સહિતના ગામમાં કમોસમી વરસાદે ખેડૂતની ચિંતા વધારી: દાંતીવાડામાં ગરમી અને બફારા બાદ વરસાદ વરસ્યો: ડીસા, અમીરગઢમાં ભારે પવન સાથે વરસાદથી વીજળી ગૂલ

પાલનપુર અને વડગામ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. અહી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. દિવસભરના ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ગરમીથી રાહત મેળવી છે.
બનાસકાંઠાના ધાનેરાના સહિત અલગ-અલગ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. બાપલા, વાછોલ અને કુંડી સહિતના ગામમાં કમોસમી વરસાદે ખેડૂતની ચિંતા વધારી છે. દાંતીવાડામાં ગરમી અને બફારા બાદ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો. ડીસા, અમીરગઢમાં ભારે પવન સાથે વરસાદથી વીજળી ગૂલ થતા જનજીવન પ્રભાવિત થયુ છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
