News of Monday, 5th May 2025
આણંદમાં દિવાલ ધરાશાયી થતાં એક મહિલાનું મોત: એક વ્યક્તિને ગંભીર ઇજા
અમૂલ ડેરી રોડ પર સિવિલ કોર્ટ પાસે પાંચ વૃક્ષો ધરાશાયી: તાલુકા પંચાયત પાસે દિવાલ ધરાશાયી વૃઘ્ધનું મોત

આણંદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આ દરમિયાન અમૂલ ડેરી રોડ પર સિવિલ કોર્ટ પાસે પાંચ વૃક્ષો ધરાશાયી થયા હતાં. તે ઉપરાંત તાલુકા પંચાયત પાસે દિવાલ ધરાશાયી થઈ હતી. આ દિવાલ નીચે દબાઈ જતાં નિરાધાર વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.
આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. બોરસદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. રાસ ગામમાં ઘરના પતરાં ઉડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આણંદના હાડગુડ ગામમાં ઘરનો શેડ ઊડી ગયો છે. આણંદ, બોરસદ, પેટલાદ, ખંભાત, આંકલાવમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
