<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

વડોદરામાં મીની વાવાઝોડું ફુંકાયું : કેટલીક મેમુ ટ્રેન રદ કરાઈ : ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ

ભારે પવન ફુંકાતા રેલવે અને હવાઈ સેવાને માઠી અસર : વડોદરા-વટવા અને વટવા -આણંદ મેમુ ટ્રેન કેન્સલ :કોલક્તાથી આવતી ફ્લાઇટ ઇન્દોર ડાયવર્ટ

વડોદરા : વડોદરામાં મીની વાવાઝોડું ફુંકાયું હતું, ભારે પવન ફૂંકાતા રેલ અને હવાઈ મુસાફરીને અસર પહોંચી હતી અને વડોદરા ડિવિઝનની કેટલીક મેમુ ટ્રેનો રદ કરાઈ હતી  જેમાં 1.વડોદરા-વટવા મેમુ, 2. વટવા-આણંદ મેમુ ટ્રેન રદ કરી દેવાઈ હતી 

બીજી તરફ કોલકાતાથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઈટ ઇન્દોર ડાયવર્ટ કરાઈ હતી વિઝીબિલિટી ઘટતા અમદાવાદ એરપોર્ટથી ફ્લાઈટ ટેકઓફ થવામાં વિલંબ થતો હતો

 

(10:21 PM IST)