<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

મોડીરાત્રે અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

એસજી હાઇવે, ગોતા, પ્રહલાદનગર, શિવરંજની, સેટેલાઈટ, ન્યુ રાણીપ, નવા વાડજ, મોટેરાસહિતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ

અમદાવાદ : મોડી રાત્રે 10 વાગ્યા બાદ અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના મોટા ભાગના વિસ્તારો એસજી હાઇવે, ગોતા, પ્રહલાદનગર, શિવરંજની, સેટેલાઈટ, ન્યુ રાણીપ, નવા વાડજ, મોટેરાસહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

  આ અગાઉ અમદાવાદમાં સાંજે 7 વાગ્યા બાદથી શરૂ થયેલા વરસાદના કારણે શહેરના કેટલાક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયાની ઘટના પણ સામે આવી છે. ત્યાં જ અમદાવાદ-ધોળકા હાઈરે પર ભારે પવનના કારણે રિક્શા પર હોર્ડિંગ પડ્યું હતુ, આ ઘટનામાં રિક્શાચાલકનું મોત નિપજ્યું હતું, જે બાદ જાણકારી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી

 

(12:23 AM IST)