<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

અરવલ્લી જિલ્લામાં કમોસમી માવઠું જીવલેણ : ભિલોડાના ધંધાસણ ગામે વીજળી પડતા બે યુવાનોના કરુણ મોત

પંચાયતની બાજુમાં બે યુવાનો ઉભા હતા ત્યારે અચાનક વીજળી પડી: ભારે કડાકા ભડાકા સાથે વરસી રહેલા વરસાદના પગલે વીજળી પડવાની ઘટના

અરવલ્લી જિલ્લામાં આ કમોસમી માવઠું જીવલેણ સાબિત થયું છે. જિલ્લાના ભિલોડા તાલુકાના ધંધાસણ ગામે વીજળી પડવાની કરુણ ઘટનામાં બે યુવાનોના મોત નીપજ્યા છે.

મળતી માહિતી મુજબ, ધંધાસણ ગામમાં પંચાયતની બાજુમાં બે યુવાનો ઉભા હતા તે દરમિયાન અચાનક વીજળી પડી હતી. ગાજવીજ અને ભારે કડાકા ભડાકા સાથે વરસી રહેલા વરસાદના પગલે આ વીજળી પડવાની ઘટના બની હતી. વીજળી પડતા જ બંને યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બંને યુવાનોના મૃતદેહને કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ (PM) અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(12:51 AM IST)