<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

આજે પણ માવઠાની આગાહીઃ તોફાની પવન ફૂંકાશે

રાજકોટ, મોરબી, સુરેન્‍દ્રનગર, જામનગર સહિતના શહેરોમાં વરસાદ પડશેઃ હવામાન ખાતુ

અમદાવાદઃ છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજયભરના વાતાવરણમાં ભારે પલટો આવ્‍યો છે. છુટાછવાયા વિસ્‍તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. કેટલાક વિસ્‍તારોમાં વાદળો અને પવન ફુંકાતા ગરમીમાં ઘટાડો થયો છે.

આજે મંગળવારે બનાસકાંઠા અને કચ્‍છમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. એ સિવાય અમદાવાદ સહિત રાજયના અન્‍ય વિસ્‍તારોમાં હળવા વરસાદ સાથે પ્રતિ કલાકે ૪૦ થી ૬૦ કિ.મીની સુધીની ઝડપે પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવી હતી.

હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ,આજે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્‍દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, કચ્‍છ, રાજકોટ અને મોરબીમાં વરસાદી માહોલ રહેશે. (૩૬-૧૦)

(2:47 PM IST)